બોલિવુડની સ્કેમ 1992, મિર્જાપુર, ફેમીલીમેન જેવી વિવિધ વેબ સિરીઝ અને ફિલ્મોના પોસ્ટર નિર્માતા મોહિત રાજપૂતે 'મુવી પોસ્ટર મેકિંગ વિથ એ.આઈ.' વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું
nirmata mohit rajput
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્પર્ધા કામ મેળવવાની નહિ પરંતુ સારું કામ આપનારની છે
'પોસ્ટર મેકિંગ' માં ‘Midjourney' સોફ્ટવેરનું જ્ઞાન કારકિર્દી ઘડવા મદદરૂપ-શ્રી મોહિત રાજપૂત
રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુ. ઇન્સ્ટિટ્યૂટ આયોજિત આ કાર્યક્રમમાં ડિઝાઇનિંગ
ક્ષેત્રના 200 થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા
સુરત: બોલિવુડ દુનિયાની નામચીન ફિલ્મો અને જાણીતી વેબ સિરીઝ જેમ કે સ્કેમ 1992, મિરઝાપુર, ફેમિલી મેન, પાતાલલોક, મુંબઈ સાગા, ભોંસલે અને પગલેટ જેવી અનેક ફિલ્મ પોસ્ટરના ડિઝાઇનર શ્રી મોહિત રાજપૂતના અધ્યક્ષ્ય સ્થાને રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુ. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 'મુવી પોસ્ટર મેકિંગ વિથ એ.આઈ.' વર્કશોપ નું આયોજન કરાયું હતું. ભવિષ્યમાં ફિલ્મના પોસ્ટર મેકિંગ ક્ષેત્રે કારકિર્દી સાધવા અને આધુનિક ફિલ્મોમાં એ.આઈ.ની વધતી માંગ ને પહોંચી વળવા તેમજ 'Midjourney' જેવા એડવાન્સ સોફ્ટવેરની સવિસ્તર માહિતી સાથે સુરતના હીરાબાગ વિસ્તારના સેમિનાર હોલ ખાતે યોજાયેલ આ સેશનમાં ડિઝાઇનિંગ કોર્સમાં અભ્યાસ કરતા 200 થી વધારે વિદ્યાર્થીઓએ પ્રેરણા અને માર્ગદર્શન મેળવ્યું હતું.
આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત મોહિતભાઈએ જણાવ્યું હતું કે સુરતના અનેક લોકોમાં રચનાત્મકતાનો બિંદુ છુપાયેલો છે ફક્ત તેમને સાચી દિશા અને યોગ્ય માર્ગદર્શન આપવાની જરૂર છે. બોલિવુડ અને ઓટીટી ઇન્ડસ્ટ્રીમાં સ્પર્ધા કામ મેળવવાની નહિ પરંતુ સારું કામ આપનારની છે. તેઓ કહે છે કે, આજે તમામ ઇન્ડસ્ટ્રીની જેમ ફિલ્મોના પ્રિ-પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં એડવાન્સ એ.આઈ. ના ઉપયોગની માંગ વધી છે. આ સાથે જ ફિલ્મના પોસ્ટરને આકર્ષક અને રિયાલિસ્ટિક બનાવવા વપરાતા 'Midjourney' સોફ્ટવેરના જાણકાર લોકોની સંખ્યા ઓછી છે જયારે આવા સમયે તમને આ આ સોફ્ટવેરનું પર્યાપ્ત જ્ઞાન કારકિર્દી ઘડવા ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત તેમને પોસ્ટર બનાવવાના વિવિધ એડિટિંગ એક્સપર્ટ આઈડિયા, AI સબંધિત એડવાન્સ ટુલ્સનો ઉપયોગ, બોલીવુડમાં ફિલ્મ પોસ્ટરની માંગ, તેમજ આ ઇન્ડસ્ટ્રીમાં મળતું વેતન જેટલા અનેક કારકિર્દી ઉપલક્ષી મુદ્દાઓની સવિસ્તર માહિતી અને પ્રેઝેન્ટેશન આપ્યું હતું.
અહીં નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી મોહિતભાઈ રાજપૂત રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાઈ વિદ્યાર્થીઓ માટે પોતાના અનુભવની અવિરત સેવા આપી રહ્યા છે. આ સાથે સંસ્થા પણ "વન સ્ટેપ ઈન ચેંજિંગ એજ્યુકેશન ચેન્જ" ના સૂત્રને સાધવા સાથે યુવા પ્રતિભાને ઉછેરવા માટે પ્રતિબદ્ધ છે. તેમજ ઇન્ડસ્ટ્રીની માંગ અને ક્ષમતાના અંતરને ઘટાડવા વિદ્યાર્થીઓને ઉદ્યોગના જ્ઞાન સાથે સશક્ત બનાવવા માટે નિયમિતપણે આવા નિષ્ણાત સત્રોનું આયોજન કરે છે.