વરાછામાં ફોન પડાવવાના ગુનામાં ફરાર પકડાયો

jainshilp samachar

વરાછા વિસ્તારમાં રહેતા એક યુવકની મોટરસાઈકલ સામે રિક્ષા આડી ઊભી રાખી મોબાઈલ ફોન પડાવી લઈ 10 હજાર માંગ કરનારા ફરાર યુવકને એસઓજી પોલીસે ઝડપી લીધો છે. પોલીસ સૂત્રો અનુસાર વરાછા એલ.એચ. રોડ પર આવેલી પ્રભુનગર સોસાયટીમાં રહેતા અનિરૂધ્ધ સુરાણી ગત જુલાઇ મહિનામાં પોતાની મોટરસાઈકલ લઈ જતો હતો ત્યારે રીક્ષા લઈને ધસી આવેલા મેહુલ ઉર્ફે મયલો ધીરૂ ડાભી અને વિજય ઉર્ફે ભુરી ભુપત મકવાણાએ ફિલ્મી સ્ટાઇલમાં મોટરસાઈકલની આગળ રિક્ષા થોભાવી અનિરૂધ્ધનું રિક્ષામાં અપહરણ કર્યું અને 90 હજારની કિંમતનો આઇ ફોન પડાવી લીધો હતો. રૂપિયાની લેતી-દેતીમાં અપહરણ કરનાર મેહુલ અને તેના મિત્રો વિરૂધ્ધ અનિરૂધ્ધે ફરીયાદ નોંધાવી હતી. જે તે વખતે પોલીસે મયુર, વિજય, કૌશલ ઉર્ફે ગોલ્ડન મોહન જાદવ અને મયુર ઉર્ફે માયા વિનુ વાઘેલાની ધરપકડ કરી હતી. 
જયારે કેતન ઉર્ફે જાપાન ધીરૂ ઘેલાણી ને ઝડપી પાડયો છે. અગાઉ હત્યાના પ્રયાસ અને મારામારીના ગુનામાં જેલવાસ ભોગવી ચુકેલો કેતન કાર અને ટુ વ્હીલર લે-વેચનો ધંધો કરે છે અને અપહરણ કરી માર મારવામાં પણ તે સામેલ હતો.