ફ્યુચર સાઈન કિડ્સ એકેડેમી સ્કૂલમાં પર્યાવરણને અનુલક્ષીને કાર્યક્રમ યોજાયો

future sign school Programme

ફ્યુચર સાઈન કિડ્સ એકેડેમી સ્કૂલમાં પર્યાવરણને અનુલક્ષીને કાર્યક્રમ યોજાયો

જૈનશિલ્પ સમાચાર, સુરત
કામરેજ વિસ્તારમાં આવેલી ફ્યુચર સાઈન કિડ્સ એકેડેમી સ્કૂલમાં પર્યાવરણની જાળવણી માટે કાર્યક્રમનું આયોજન અભિષેક ઠાકુરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નાના-નાના બાળકોએ પર્યાવરણલક્ષી ગીત ગાઈને તેના પર નૃત્ય કર્યું હતું. કારેલી ગંગાધરા ખાતે આવેલા ઓમ શાંતિ કેન્દ્રના સંચાલિકા બહેને જણાવ્યું હતું કે સુખમય જીવન જીવવું હશે તો આપણે વૃક્ષોને મહત્વ આપવું પડશે અને વૃક્ષો ઉગાડવા પડશે. વધુ વૃક્ષો હશે તો આપણને શુદ્ધ હવા મળી શકશે અને આપણે નિરોગી રહી શકીશું. આપણી ભાવિ પેઢી માટે આપણે એક વૃક્ષ ઉગાડવું જરૂરી છે. 
કાર્યક્રમ દરમિયાન ફ્યુચર સાઈન કિડ્સ એકેડેમીના સંચાલક રાહુલ ઉપાધ્યાયે પર્યાવરણની સુરક્ષાનું મહત્વ સમજાવ્યું હતું. ફોરેસ્ટ ઓફિસર ડી.આર. ડંભોલાએ જણાવ્યું કે દરેક લોકોએ એક વૃક્ષ ઉગાડવું જોઈએ જેનાથી આખી હરિયાળી બની જશે. આનાથી પૃથ્વીનો બચાવ પણ થશે અને શુદ્ધ હવા મળશે. કાર્યક્રમમાં સ્કૂલના બાળકોનું સન્માન સર્ટિફિકેટ અને મેડલ આપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સફળ બનાવવા માટે સ્કૂલની મુખ્ય પ્રાધ્યાપિકા સૌ. સરિતા રાહુલ ઉપાધ્યાય, ઇન્દુબેન સિંહ, અંજલીબેન દુબે, દીપિકાબેન સિંહ, તનિયાબેન, મૌર્યએ ઘણી જ મહેનત કરી હતી. આ કાર્યક્રમમાં વાય.જે. ટંડેલ, વી.બી. નાયક, સંતોષ મહાજન, સ્કૂલના વિદ્યાર્થીઓના માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા.