ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લાવવા બે વિમાન રવાના

jainshilp samachar

ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લાવવા બે વિમાન રવાના

દિલ્હી - યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લાવવા માટે બે વિમાન રોમાનિયા અને હંગેરી જવા રવાના કરાયા છે. પ્રથમ વિમાન સવારે ચાર વાગ્યે રોમાનિયા માટે રવાના થયું હતું, જ્યારે બીજું વિમાન હંગેરી માટે રવાના થયું હતું. વાયુસેનાના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરવા માટે આજે ત્રણ એરક્રાફ્ટ રવાના થશે.
ભારતીય વાયુસેનાના અધિકારીએ કહ્યું હતું કે, યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારતીય વાયુસેનાના વધુ ત્રણ વિમાન આજે પોલેન્ડ, હંગેરી અને રોમાનિયા જશે. વાયુસેનાના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, ઓપરેશન ગંગાના ભાગરૂપે C-17 ગ્લોબમાસ્ટરે આજે સવારે 4 વાગ્યે રોમાનિયા માટે ઉડાન ભરી હતી.કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ યુક્રેનથી પરત ફરેલા ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું હતું. વિમાનમાં ભારતીયોને સંબોધતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, વતન પાછા ફરવા પર તમારું સ્વાગત છે. તમારો પરિવાર રાહ જોઈ રહ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે યુક્રેનથી ભારતીયોના સુરક્ષિત પરત આવવા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં છ ફ્લાઈટ્સ ભારત માટે રવાના થઈ છે, જેમાં પોલેન્ડથી પહેલી ફ્લાઈટ પણ સામેલ છે. તેમણે કહ્યું કે યુક્રેનથી વધુ 1,377 ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે.