શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ રેડ & વ્હાઇટ મલ્ટિમિડીયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 'ટેકવૉર2023' સ્પર્ધા યોજાઈ
TechWar2023
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી નો સદુપયોગ એ જ ખરા અર્થે આધુનિક યુગની ક્રાંતિ
ઊંચો ધ્યેય જે લક્ષ્ય પ્રાપ્તિ માટેનું પ્રથમ પગથિયું છે - શિક્ષણ રાજ્યમંત્રી
વિદ્યાર્થીઓમાં 'સ્ટાર્ટ અપ' ક્રાંતિના વિચારોને વિકસાવવા સ્ટેટ લેવલની 'હેકાથોન' અને ફેશન બેટલ 2.0 નું પણ આયોજન કરાયું
સુરત : ગુજરાતની નંબર 1 આઇટી ઇન્સ્ટિટ્યૂટ રેડ એન્ડ વ્હાઇટ મલ્ટિમિડીયા એજ્યુકેશન દ્વારા શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા ની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ વિદ્યાર્થીઓના હિતમાં આઇટી અને ફેશન ક્ષેત્રે કૌશલ્ય અને પ્રતિભા બહાર લાવી પોતાનું સફળ 'સ્ટાર્ટ-અપ' શરુ કરી શકે એવા ઉદેશ્યથી સંસ્થાની ભવ્ય ઇવેન્ટ 'ટેકવૉર2023'નું આયોજન કરવામાં આવ્યું હતું. ગત શનિવારે સુરતની યોગી ચોક બ્રાન્ચ ખાતે વિદ્યાર્થીઓને પોતાના કૌશલ્ય, સર્જનાત્મકતા અને નવીન વિચારોને પ્રદર્શિત કરવા ઉપરાંત તેમને ઈંડસ્ટ્રી રેડી બનાવવાના સૂત્રને સાકાર કરવાના દિશામાં આયોજિત આ ઇવેન્ટમાં ગુજરાતની તમામ શાખાઓ માંથી 5500 થી વધુ પ્રતિસ્પર્ધીઓએ વિવિધ ટેક્નોલોજીઓની સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિજેતા બન્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત પ્રફુલભાઈ પાનશેરીયાએ રેડ એન્ડ વ્હાઈટ મલ્ટિમિડીયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ને વિદ્યાર્થીઓ ઈંડસ્ટ્રી રેડી બને એવા વિચારોથી યોજાયેલી ટેકવોર 2023 ઇવેન્ટ બદલ વિશેષ શુભેચ્છાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી નો સદુપયોગ એ જ ખરા અર્થે આધુનિક યુગની ક્રાંતિ છે. વ્યવહારિક જીવનમાં ટેક્નોલોજી તમને સુખ આપી શક્શે પરંતુ આ યાંત્રિકતાના યુગમાં જીવનનાં મૂળ સિદ્ધાંતોને ટકાવી રાખવું ખૂબ અગત્યનું છે. તેમજ મંત્રીશ્રીએ ભવિષ્યમાં સાયબર ક્રાઇમની ઘટનાઓને મૂળથી હટાવનારા સોફ્ટવેર અને સમાજમાં બધાની સાથે અનુકૂળ થાય એવી ટેક્નોલોજી વિકસાવવા વિદ્યાર્થીઓને આહ્વવાન કર્યું હતું. તેમને વધુમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામનું ઉદાહરણ આપી કર્મમાં નૈતિકતા અને પ્રામાણિકતા ને સફળતાનો પ્રમુખ માર્ગ ગણાવ્યો હતો. આ ઉપરાંત તેમને હંમેશા ઊંચા ધ્યેયને લક્ષ્ય પ્રાપ્તિ માટેનું પ્રથમ પગથિયું તરીકે સરખાવી વિદ્યાર્થીઓને ભણતર સાથે વિવિધ ટેકનોલોજી ને લગતા નોવેલ્સ, વિદેશ નીતિ જેવા અનેક વિષયોનું નિયમિત વાંચન કરવા સૂચન કર્યું હતું.
અહીં મુખ્યત્વે બે કોમ્પિટિશનમાં યોજાયેલી ઇવેન્ટ અંતર્ગત પ્રથમ પ્રોજેક્ટ બેઝડ કોમ્પિટિશન જ્યાં આ વર્ષે પહેલી વાર એક નવી અને સ્ટેટ લેવલની હેકાથોન પણ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ગ્રુપમાં વિવિધ ટેક્નોલોજીથી આઇટી ઇન્ડસ્ટ્રી અને સમાજના અમુક જટિલ પ્રશ્નોનું રીયલ ટાઈમ સોલ્યુશન અંતર્ગત ઓનલાઇન વોટિંગ પ્લેટફોર્મ, (ઓનલાઈન વોટિંગ પ્લેટફોર્મ), ઓનલાઇન બ્લડ સેન્ટર પ્લેટફોર્મ (ઓનલાઈન બ્લડસેન્ટર પ્લેટફોર્મ), ઓલ ઈન વન આઇટી સોલ્યૂશન (All-in-one IT solution) તથા હોટેલ ટેબલ બુકીંગ (Hotel Table Booking) જેવા પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા. આ સાથે જ કોમર્શિયલ એડવર્ટાઈઝમેન્ટ શૂટ (CA Shoot), લોગો રિ-ડિઝાઇન (Logo Redesign),વિવિધ કોડિંગ, પ્રોગ્રામિંગ અને વન ડે કોમ્પિટિશન (On day Competitions) જેવી કે કોડિંગ, કોડિંગ પ્રોગ્રામિંગ, સી હાઈ પ્રો (C High Pro) સ્કેચ (Sketch), લોગો ડિઝાઇન (Logo Design), સાયબર સિક્યુરિટી (એથિકલ હેકિંગ), વગેરે જેવી અન્ય વિશેષ કોમ્પિટિશનો યોજાઈ હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ આજના ફેશન ટ્રેન્ડ સાથે મળીને પોતાની ફેશન સેન્સની ઝલક દરેકની સમક્ષ રજુ કરી શકે જે માટે Fashion Battle 2.0 નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિજેતા થનાર વિદ્યાર્થીઓને આકર્ષક ટ્રોફી એનાયત કરાઈ હતી, જયારે ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે રેડ &વ્હાઈટ મલ્ટિમિડીયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ના ફાઉન્ડર સર્વ શ્રી હસમુખભાઈ રફાળિયા, શ્રી હિતેશભાઈ દેસાઈ, રેડ &વ્હાઇટ મલ્ટિમિડીયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના વિવિધ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.