અમદાવાદ ખાતે અમરાઈવાડીમાં ધ બહુજન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડૉ બાબા સાહેબ આંબેડકરની ૧૩૨મી જન્મ જયંતી ઉજવાઈ

baba saheb01

અમદાવાદ ખાતેના અમરાઈવાડી વિસ્તારમાં ધ બહુજન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત રોજ 14મી એપ્રિલ, 2023ના રોજ ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૨મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવાઈ હતી. અક્ષય વાનખેડેની અધ્યક્ષતામાં બહુજન એકતા મહારેલીનું આયોજન અંબિકાનગર, અમરાઈવાડીથી કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. આ રેલી  અમદાવાદ ના વિવિધ વિસ્તારમાંથી નીકળી હતી અને તેનું સમાપન સારંગપુર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા પાસે કરવામાં આવ્યું હતું.