શ્રી સર્વોદય સેવા છઠ ઘાટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમરોલી તાપી નદી કિનારે મા છઠ પૂજા મહોત્સવ આજે
chatpuja1

30થી 40 હજાર લોકો માટે વિશેષ રીતે વ્યવસ્થા કરાઈ છે ઃ શ્રીકાંત પંડિત
જૈનશિલ્પ સમાચાર, સુરત
અમરોલી તાપી નદી કિનારે સ્થિત શ્રી સૂર્ય મંદિર, છઠ ઘાટ પર 30મી ઓક્ટોબરના રોજ શ્રી સર્વોદય સેવા છઠ ઘાટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મા છઠ પૂજા મહોત્સવ મનાવવામાં આવશે. ટ્રસ્ટના પ્રમુખ શ્રીકાંત પંડિતે જાણકારી આપતા જણાવ્યું હતું કે ઉપપ્રમુખ અવધેશ શર્મા, સચિવ તારાસન ઠાકુર, સલાહકાર રામલાલ પંડિત, સહ સલાહકાર નંદકુમાર પંડિત, કોષાધ્યક્ષ અભિમન્યુ કુમાર, સહ કોષાધ્યક્ષ જગમોહન પંડિત તથા સંયોજક રામદિન યાદવના સહયોગથી આ છઠપૂજા મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. છઠ પૂજા મહોત્સવ અંગેની જાણકારી આપતા વધુમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રીકાંત પંડિતે જણાવ્યું કે ગત 15 વર્ષથી શ્રી સૂર્ય મંદિર છઠ ઘાટ પર શ્રી સર્વોદય સેવા છઠ ઘાટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મા છઠ પૂજા મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. 30મી ઓક્ટોબર રવિવારના રોજ સંધ્યા અર્ધ તથા 31મી ઓક્ટોબર સોમવારે સૂર્યોદય અર્ધ અર્પણ કરી મહોત્સવ મનાવવામાં આવશે. છઠ પૂજા મહોત્સવમાં 30થી 40 હજાર લોકો પધારે તેવી આશા સેવવામાં આવી રહી છે. આ કારણે ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરોની સૂઝબુઝની સાથે છઠ ઘાટ પર વિશેષ વ્યવસ્થા કરાઈ છે. છઠપૂજા મહોત્સવ દરમિયાન સાંજે 4 વાગ્યાથી મુંબઈ તથા બિહારના કલાકારો લોકગીત રજૂ કરશે. સાથે સ્વાગત સમારોહ બાદ સાંજે 5.30 વાગ્યાથી છઠપૂજા મહોત્સવ શરૂ થશે. બધા ધર્મપ્રેમી લોકો મા છઠપૂજા મહોત્સવમાં ઉપસ્થિત રહે તેવું ટ્રસ્ટ તરફથી જણાવવામાં આવ્યું છે.