ઉતાર-ચઢાવના ચઢાણ ચઢીને ફરીથી ઉભરતું અખબાર એટલે જૈનશિલ્પ સમાચાર

jainshilp samachar

ઉતાર-ચઢાવના ચઢાણ ચઢીને ફરીથી ઉભરતું અખબાર એટલે જૈનશિલ્પ સમાચાર

જૈનશિલ્પ સમાચાર અખબાર હંમેશા પર્યાવરણને લગતા ન્યૂઝને પ્રાધાન્ય આપતું રહ્યું છે અને આવનારા સમયમાં આપતું રહેશે. આ અખબારે હાલમાં જ 8 વરસમાં પ્રવેશ કર્યો હતો. આ અખબારને લોકો તરફથી મળી રહેલા બહોળા પ્રતિસાદને પરિણામે અખબારના માલિક જયંતિ એમ. સોલંકી લોકોના પ્રશ્નો તેમજ પર્યાવરણને વધુમાં વધુ પ્રોત્સાહન મળે તે પ્રકારનું કાર્ય કરતા રહે છે. દેશવાસીઓ કે જે જૈનશિલ્પ સમાચાર અખબારની પ્રગતિ ઇચ્છનારા લોકો છે તેમણે આ અખબારને ઘણો જ સહયોગ પૂરો પાડ્યો છે જેના કારણે આ વરસના દિવાળીના તહેવાર નિમિત્તે દેશવાસી તેમજ શહેરવાસીઓને હાર્દિક શુભેચ્છા પાઠવે છે. આ અખબારને નેસ્તનાબૂદ કરવાની અગાઉ કોશિશ થઈ હતી પણ આમ છતાંય આ અખબારના માલિકે જરાય હિંમત હાર્યા વગર છેલ્લે લોકડાઉન વખતે ઉધના ખાતે આવેલા સિલિકોન શોપર્સમાં 3 મહિના સુધી વોચમેનની નોકરી કરીને પણ આ અખબારને જીવંત રાખવા મળતા પગારમાંથી આ અખબારને ચલાવીને હંમેશા જીવંત રાખ્યું છે અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે વધુમાં વધુ જાગૃતિ ફેલાય તેવા કાર્યો કર્યા છે. આ અખબારના માલિક જયંતિ એમ. સોલંકી એક સમયે એટલા તો તૂટી ચૂક્યા હતા કે આત્મહત્યા કરવા સુધીના વિચારો તેણે કર્યા હતા પરંતુ હવે તેને જીવનનું લક્ષ્ય મળી ગયું છે, હવે તે આ અખબારને સમગ્ર પૃથ્વી પર લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાય તેવા પ્રયાસો કરવાની પ્રતિજ્ઞા કરી હંમેશા આ અખબારને આગળ ધપાવવા સતત પ્રયત્નશીલ છે. શહેરવાસીઓ તેમજ દેશવાસીઓને આ અખબારને સહયોગ તેમજ સહકાર આપવા બદલ સલામ કરે છે અને આવનારું વરસ લોકો માટે સુખ, સુવિધા અને જીવનમાં અજવાળા પાથરનારું નિવડે તેવી શુભેચ્છા પાઠવે છે. આ સાથે આ અખબારને હંમેશા સહયોગી થતાં પત્રકાર મિત્રો, અમદાવાદમાં એક્સક્લુઝિવ નામનું અખબાર ચલાવતા કિરીટ શ્રીમાળી, સુરત શહેરમાં ગોડાદરા વિસ્તારમાં રહેતા રતિલાલ જોષી (માસ્ટર), વરાછા-કામરેજ શિવસેના અધ્યક્ષ તથા ગુર્જર દેવસેના અધ્યક્ષ હરીશ ગુર્જર તથા ભરતભાઈ, મનોહરભાઈ, રતન નિકુમ, મહેશભાઈ કે. પટેલનો આભાર.