અરવલ્લી સહજાનંદ ઇન્ટરનેશનલ સ્કૂલ અને સાઠંબા ગ્રામ પંચાયત દ્વારા વર્લ્ડ હેરિટેજ વિકની ભવ્ય ઉજવણી કરાઈ

Arvalli 24112022

અરવલ્લી 

સાઠંબાની પ્રાચીન ભવ્ય કોતરણી વાળી વાવની સફાઈ અને દીપોત્સવીનું આયોજન 21 જૂન સોમવાર ના રોજ કરાયું હતું જેમાં સહજાનંદ સ્કૂલના શિક્ષકો તથા આચાર્ય તથા સાઠંબા ગામના ગ્રામજનો ઉત્સાહથી સફાઈ અભિયાનમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓને વાવની મૂર્તિઓ, ઝરુખા શિલ્પો અને બાંધકામની  માહિતી  આપવામાં આવી હતી આશરે 1000 વર્ષ જૂની વાવને સાફ કરી આરતી કરી રોશની કરી હતી જેમાં પંચાયત તથા બાલ ગણેશ મહોત્સવ સમિતિ તથા સહજાનંદ સ્કૂલ તથા અમદાવાદની સંસ્થાઓએ   વાવની સફાઈ કરી સોમવારે મોડી રાતે 1000 જેટલા દિવડાઓ પ્રગટાવી સમગ્ર વાવને જીવંત કરી દીધી હતી. દીવડા થી જગમગતી વાવને જોવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ કામ  પંચાયત સ્કૂલ તથા સેવાભાવી સંસ્થાઓએ કરીને પુરાતત્વ વિભાગ પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો