ભારતની સૌથી શ્રેષ્ઠ ઈમ્યુનિટી એક્સપર્ટ ડાબર વિટાએ બાળકો માટે ઈમ્યુનિટી સત્રનું આયોજન કર્યું

ભારતની સૌથી શ્રેષ્ઠ ઈમ્યુનિટી એક્સપર્ટ ડાબર વિટાએ બાળકો માટે ઈમ્યુનિટી સત્રનું આયોજન કર્યું

Jainshilp Samachar 
સુરતમાં એલપી સવાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં અંદાજે 300થી વધુ બાળકોને આવરી લેતા એક વિશેષ સત્ર સાથે આ પહેલ શરૂ કરવામાં આવી
સુરત, 24 નવેમ્બર 2022 : ભાવી પેઢીઓના સલામત સ્વાસ્થ્ય અંગે કટિબદ્ધતાના ભાગરૂપે ડાબર હાઉસના અગ્રણી હેલ્થ ફૂડ ડ્રિંક ડાબર વિટાએ સ્કૂલે જતા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવાના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા માટે મેગા ઈમ્યુનિટી અવેરનેસ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે.
સુરતમાં એલપી સવાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં અંદાજે 300થી વધુ બાળકોને આવરી લેતા એક વિશેષ સત્ર સાથે આ પહેલ શરૂ કરવામાં આવી હતી. આ બાળકોને સ્વચ્છતાની મૂળભૂત પદ્ધતિઓ અને પોષણક્ષમ આહાર મારફત તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવાની રીતો અંગે શિક્ષિત કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને વિશેષ ઈમ્યુનિટી કીટ ડાબર વિટા પણ પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે વાત કરતાં ડાબર ઈન્ડિયા લિ.માં કોર્પોરેટ કોમ્યુનિકેશન્સના મેનેજર શ્રી દિનેશ કુમારે જણાવ્યું હતું કે, 'સ્કૂલોમાં પ્રત્યક્ષ વર્ગો શરૂ થઈ ગયા હોવાથી પ્રત્યેક બાળક માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ પ્રાથમિક જરૂરિયાત છે, કારણ કે આપણે હજુ કોરોના મહામારીમાંથી બહાર આવ્યા નથી. કોરોના મહામારી દરમિયાન વ્યક્તિના એકંદર સ્વાસ્થ્યમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિનું મહત્વ તેમજ વાઈરસ સામેની લડતમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને બીમારી સામે લડવા માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિની જરૂરિયાત અંગે જાગૃતિ ફેલાવવા માટે ડાબર વિટાએ ભારતમાં કોલકાતા, પૂણે, મુંબઈ, ચેન્નઈ, કોઈમ્બતૂર, વારાણસી, લખનઉ, ચંડીગઢ, કાનપુર, અમદાવાદ, ઔરંગાબાદ અને પટના જેવા 12 શહેરોમાં અગ્રણી એનજીઓ/સ્કૂલો સાથે હાથ મિલાવ્યા છે.'
ડૉ.નીરવ મહેતા જણાવ્યું હતું કે, 'દૈનિક ધોરણે આપણે સ્વાસ્થ્ય માટે હાનિકારક બેક્ટેરિયા અને વાયરસના સંપર્કમાં આવતા હોઈએ છીએ. આપણી રોગપ્રતિકારક શક્તિ આ બેક્ટેરિયા તેમજ બીમારીઓ સામે આપણું રક્ષણ કરે છે. આ બેક્ટેરિયા અને વાયરસ સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી એ અસરકારક માર્ગ છે. આ પહેલ મારફત અમારો આશય બાળકોને ઈમ્યુનિટી કીટ્સ પૂરી પાડવા ઉપરાંત મજબૂત રોગપ્રતિકારક શક્તિનું મહત્વ સમજાવવાનો છે.'
'નિલસન દ્વારા હાથ ધરાયેલા એક તાજા સંશોધનમાં જણાયું છે કે 88% માતાઓ એક હેલ્થ ડ્રિંકમાં મહત્વપૂર્ણ લાભ તરીકે રોગપ્રતિકારક શક્તિ તરફ નજર દોડાવે છે. ગ્રાહકોની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડાબરે બજારમાં ઉપલબ્ધ અન્ય કોઈપણ હેલ્થ ડ્રિંક કરતાં વધુ સારી રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડવા માટે ડાબર વિટા બનાવ્યું છે. તે અશ્વગંધા, ગિલોય અને બ્રાહ્મી જેવી 30થી વધુ ઔષધીઓના વિશિષ્ટ મિશ્રણથી બનાવવામાં આવે છે, જે બાળકોને માત્ર સારી રોગપ્રતિકારક શક્તિ જ પૂરી નથી પાડતું પરંતુ શારીરિક અને માનસિક વૃદ્ધિને પણ પ્રોત્સાહન આપે છે અને આ બાબત વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી છે. ડાબર વિટા સ્વાદિષ્ટ ચોકલેટી ડ્રિંકમાં આયુર્વેદના ગુણો લઈ આવે છે, જે 6થી 15 વર્ષની વયના બાળકોમાં હાડકા અને સ્નાયુઓના વિકાસને પ્રોત્સાહન આપે છે અને મગજના સ્વાસ્થ્ય, શિક્ષણ તથા એકાગ્રતામાં સુધારો લાવવામાં મદદરૂપ થાય છે,' તેમ કુમારે ઉમેર્યું હતું.