બાળદિન નિમિતે એસ.બી.ઠાકોર હાઇ સ્કૂલ,મોટેરા માં પૂર્વી સેવા ટ્રસ્ટ દ્વારા બાળકો નો કાર્યક્રમ યોજાયો
AMD 1
એસ.બી ઠાકોર હાઈ સ્કૂલ મોટેરા માં બાળદિન ને બાળકો માટે નો કાર્યક્રમ પૂર્વી સેવા ટ્રસ્ટ દ્વારા યોજવા આવ્યો હતો.
આ કાર્યક્રમ માં શાળા ના મેનેજીંગ ટ્રસ્ટી પંકજભાઈ ઠાકોર, પૂર્વી સેવા ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી ભરત પંચોલી એસ.બી.આઇ.બેંક ના નિવૃત્ત મેનેજર મણિલાલ શ્રીમાળી,(મિલન), ગંગારામ મકવાણા,અને શાળા નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
.પંકજભાઈ એ શાબ્દિક પ્રવચન દ્વારા મહેમનો નું સ્વાગત કર્યું હતું. ભરત પંચોલી એ બાળદિન નિમિતે નહેરુ ચાચા ના જીવન પ્રસંગો,તથા મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ વગેરે ના જીવન પ્રસંગો કહ્યા હતા .નહેરુ ચા ચા નો બાળકો માટે નો પ્રેમ, સરદાર પટેલ નું લોખંડી મનોબળ,અને ગાંધીજી ની સત્ય અને અહિંસા વાતો કહી હતી.
મણીલાલ શ્રીમાળી(મિલને) નહેરુ ચા ચા વિશે બાળ ગીતો ગાયા હતા.તેમને માતૃભાષા નું મહત્વ,અને ગિજુભાઈ બધેકા_" મૂછાળી માં".ગિજુભાઈ એટલે વાર્તા,અને વાર્તા એટલે ગિજુભાઈ બધેકા. વગેરે વાતો કહી હતી.
ગંગારામ મકવાણા એ ગાંધીજી,નહેરુ ચા ચા.અને સરદાર વલ્લભભાઈ પટેલ ના પ્રસંગો અને ગાંધીજી નું પ્રિય ભજન _" વૈષ્ણવ જન તો તેને રે કહીયે" ભજન ગયું હતું
પૂર્વી સેવા ટ્રસ્ટ ના સંસ્કાર ઘડતર કાર્યક્રમ માં બાળકો ને મહાન પુરુષો માં રહેલા ઉચ્ચ ગુણો _ દેશ.પ્રેમ,ત્યાગ ,બલિદાન,સંઘર્ષ,પરિશ્રમ,સાદગી અને કરકસર ની વાતો દ્વારા બાળકો ને જાણકારી આપી હતી અને આવા ગુણો જીવન માં ઉતારવા જોઈ એ એવો આજના કાર્યક્રમ માં અનુરોધ કરવામાં આવ્યો હતો. પંકજભાઈ ઠાકોરે આભાર વિધિ કરી હતી.