વરિયાવ તાડવાડી ખાતે મન કી બાત કાર્યક્રમ

Variav

સુરત ખાતે ભાજપ દ્વારા 2794 બુથો અને 789 વિશેષ બુથો પર  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતનો 100મો એપિસોડ દેખાડાશે. લોકો મન કી બાત સાંભળી શકશે. બે સાંસદ, 12 ધારાસભ્યો, મેયર સહિતના પદાધિકારીઓ પોતાના વોર્ડ-બુથ પર કાર્યકર્તાઓ સાથે મોદીની મન કી બાત સાંભળશે મહિલા મોરચા સહિત ના પાંચ મોરચા-સાત વિવિધ સેલ 26 સ્થળ પર કાર્યક્રમ કરશે જ્યારે 350 મિલોમાં 60 હજાર કામદારો પણ કાર્યક્રમ નિહાળશે. 
આજ રોજ ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલના અમરોલી ખાતે કાર્યાલય પર મનકી બાત નું આયોજન કરાયું જેમાં મુકેશ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપષિત રહ્યા હતા. છાપરા ભાઠ્ઠા તરવાડી રોડ ખાતે આવેલ સુમન સાધનામાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઓલપાડના ધારાસભ્ય  મુકેશ પટેલનું પુષ્પ  સાથે તિલક કરી સ્વાગત કરીયુ હતું