કેળવણીની આવતીકાલ" એ વિષય પર અમદાવાદ આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે સેવા-નિવૃત તેમજ નવનિયુક્ત આચાર્યનો બે દિવસીય સન્માન સમારોહ યોજાયો

Sanman a

કેળવણીની આવતીકાલ" એ વિષય પર અમદાવાદ આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે સેવા-નિવૃત તેમજ નવનિયુક્ત આચાર્યનો બે દિવસીય સન્માન સમારોહ યોજાયો

કેળવણીની આવતીકાલ" એ વિષય પર અમદાવાદ આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે સેવા-નિવૃત તેમજ નવનિયુક્ત આચાર્યનો બે દિવસીય સન્માન સમારોહ
મંગળવાર: અમદાવાદ આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે પોઈચા સ્થિત નિલકંઠ ધામ ખાતે 'કેળવણીની આવતીકાલ" આ વિષય ઉપર તા.12-13 ફેબ્રુઆરી ના રોજ બે દિવસીય સન્માન સમારોહ યોજાયો હતો. ઉપરોક્ત સમારોહમાં શૈક્ષણિક અધિવેશન તથા સેવા નિવૃત તેમજ નવનિયુક્ત આચાર્યનો સન્માન સાથે ઉપસ્થિત અમદાવાદ જિ.શિ.શ્રી આર.એમ.ચૌધરી, સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિશ્રી ડો.વિશાલ ભાધાણી, રેડ & વ્હાઇટ મલ્ટીમીડીયા ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડરશ્રી હસમુખભાઈ રફાળિયા અને અન્ય તજજ્ઞો દ્વારા સંવાદ વચનો અપાયા હતા. 
આ પ્રસંગે મુખ્ય વક્તાશ્રી ડો.વિશાલ ભાધાણીએ જણાવ્યું હતું કે, કેળવણી એ તો પુસ્તકાલયોના દરવાજાની ચાવી છે.રાજ્યમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અમલીકરણ સાથે રાષ્ટ્ર નિર્માણમાં આજના વિદ્યાર્થીઓ સર્વાંગી કેળવણીથી સજ્જ રહે એ અગત્યનું છે. વિદ્યાર્થીઓનું યોગ્ય અને સુવ્યસ્થિત ઘડતરના પ્રવાસમાં શિક્ષક અને જે તે શાળાના આચાર્યની વિશેષ ભૂમિકા હોય છે. તેમણે વ્યક્તિગત શિક્ષણ, કુશળતા પર ભાર, ટેકનોલોજીનો સદુપયોગ કૌશલ્ય વિકાસ, શૈક્ષણિક મૂલ્યોનું મહત્વ સમજાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી હસમુખભાઈ રફાળિયાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ અને ભવિષ્યમાં ટેક્નોલોજીના ક્ષેત્રમાં આવનારા આધુનિક ફેરફારોની   માહિતી સાથેનું પીપીટી પ્રેઝન્ટેશન બતાવ્યું  હતું. તેમણે કહ્યું કે, ધો. 10 અને 12 પાસ બાદ વિદ્યાર્થીઓમાં કરિયરની મૂંઝવણ એ સામાન્ય છે. ત્યારે ટ્રેન્ડ અને આવનારું ભવિષ્ય Artificial Intelligence & Data Science, Cyber Security, Hardware Networking, AR/VR Developments, Game Tech., 2D/3D Animation સાથે Accounting & H.R. નું પણ છે. તાજેતરમાં યોજાયેલ 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ' અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારનો I.T. ક્ષેત્રમાં બજેટ અને નિવેશની ફાળવણી જે સરકરની વિચારધારા દર્શાવે છે. દરરોજ ટેકનો. માં આવતા સુધારા વધારાથી આ ક્ષેત્ર વિદ્યાર્થીઓ માટે 'Hot  opportunities' લઈને આવશે તેમાં કોઈ બે મત નથી. તેથી વિદ્યાર્થીઓ યોજનાબદ્ધ રીતે આ ક્ષેત્રમાં આવે જે તેમના પોતાના વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટે પણ અનોખી સિદ્ધિ સાબિત થઇ શકે છે એવું તેમણે ઉમેર્યું હતું.

પોતાના વકત્વમાં શ્રી આર.એમ. ચૌધરીએ કહ્યું કે, સમાજ પરિવર્તન શીલ છે. સમાજ બદલતાં સમાજમાં મૂલ્યો પણ બદલાવા લાગ્યા અને સમયની સાથે શિક્ષણની પ્રથામાં પણ અમૂલ્ય પરિવર્તન આવી રહ્યું છે.શિક્ષણના મહત્ત્વપૂર્ણ પાસાઓ જેમ કે, સાકલ્યવાદી, બહુભાષીય અને ભાવિ શિક્ષણ, ગુણવત્તા સંશોધન, અને શિક્ષણની સારી પહોંચ માટે નવી તકનીકો સાથે અપડેટ થવું પડશે એ જ કારગર વિકલ્પ છે. તેમને વધુમાં કહ્યું કે શિક્ષણ પરિવર્તન પામે તો જ સમાજ પરિવર્તન પામે અને એ માટે શિક્ષકનું પરિવર્તન સૌપ્રથમ જરૂરિયાત છે. આ સાથે વિધાર્થીઓએ પણ આ પરિવર્તનમાં જોડાઈ શિક્ષણની આજની સંકલ્પના અને સર્વાંગી વિકાસ સાથે મહત્વકાંશી બનવું જોઈએ એવું.
આ પ્રસંગે અમદાવાદ શહેર આચાર્ય સંઘના કારોબારી સભ્યો અને સંસ્થાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.