વિદ્યા સંજીવની મંડળ દ્રારા નવસારીમાં વિનામૂલ્યે નોટબુક વિતરણ

Vidya

વિદ્યા સંજીવની મંડળ દ્રારા નવસારીમાં વિનામૂલ્યે નોટબુક વિતરણ
વિદ્યા સંજીવની મંડળ દ્રારા નવસારીમાં વિનામૂલ્યે નોટબુક વિતરણ

આજ રોજ તા.૯-૭-૨૦૨૩ ના રવિવાર ના દિવસે વિદ્યા સંજીવની મંડળ દ્રારા જલાલપોર,નવસારીમાં વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યુ..આશરે ૫૦૦ વિદ્યાર્થીએ લાભ લીધો..વિદ્યા સંજીવની મંડળ, નવસારી ના જીલ્લા પ્રમુખશ્રી મનિષભાઈ હરજીભાઈ ભાસ્કર ( એડવોકેટ) અને સંસ્થાપકશ્રી પરેશકુમાર એમ.વાટવેચા( એડવોકેટ) તેમજ મંડળના સભ્યોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો..મંડળના પ્રમુખ અને દાતાશ્રી મનિષભાઈ ભાસ્કર નુ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ..આગેવાનો ભાવેશભાઈ પરમાર, કનુભાઈ દાફડા, પ્રવિણભાઈ ચૌહાણ, વિપુલભાઈ મકવાણા, બગદાભાઈ પરમાર, મહેશભાઈ બગડા, નાનજીભાઈ લુહાર, માવજીભાઈ દાફડા, સુરેશભાઈ ચૌહાણ, કોર્પોરેટર રમેશભાઈ વાળાઓ એ હાજર રહીને કાર્યક્રમને આવકારી લીધો..પ્રમુખશ્રી મનિષભાઈ ભાસ્કરને સભ્યોએ આવા સેવાના કાર્યો કરતા રહે એવા ખુબ આર્શિવાદ આપ્યા..કાર્યક્રમમાં નાસ્તાનુ પણ આયોજન કર્યુ હતુ.. પ્રમુખશ્રી મનિષભાઈ ભાસ્કર એ શિક્ષણ ઉપયોગી વ્યક્તવ્ય આપ્યુ અને શિક્ષણનુ મહત્વ વિદ્યાર્થીઓને સમજાવ્યુ..વિદ્યાર્થીઓ અને મંડળના સભ્યો એ તાલીઓના ગણગણાટ એમને વધાવી લીધા..ખુબ જ સુંદર અને સફળ કાર્યક્રમ રહ્યો.