ભીમા કોરેગાંવ યુદ્ધની 204મી વરસી વરિયાવ ખાતે શિવાજી પાર્ક સોસાયટીમાં મનાવાઈ

bhima koregau01012023

ભીમા કોરેગાંવ યુદ્ધની આજ રોજ 204મી વરસી નિમિત્તે શિવાજી પાર્ક સોસાયટી સ્થિત પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટ સહિત અન્ય એપાર્ટમેન્ટના રહીશોએ કાર્યક્રમ આયોજિત કર્યો હતો. દર વરસની પહેલી જાન્યુઆરીના રોજ દલિત સમુદાયના લોકો 1818ના જંગ નિમિત્તે વર્ષગાંઠ ઉજવે છે જેમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીને દલિત સૈનિકોની સાથે પૂણાના પેશવાની સેનાને પરાજિત કરી હતી. આ અવસરે સ્મૃતિ કાર્યક્રમો યોજાય છે, દલિત આ જીતને પીડિત સમુદાયના આત્મ સન્માનને ફરીથી મેળવવાની શરૂઆતના ભાગરૂપે મનાવે છે. એક સમયે મહારને અછુત જાતિ માનવામાં આવતી હતી અને જેથી પેશવા તેમની ટુકડીમાં સામેલ નહોતા કરતા. મહારોએ તે વખતે પેશવાને વિનંતી કરી કે તેઓ તેમના તરફથી લડશે પરંતુ પેશવાએ તે આગ્રહને ઠોકર મારી દીધી હતી ત્યાર બાદ અંગ્રેજોએ તેમની ઓફર સ્વીકારી અને અંગ્રેજો અને મહારોએ મળીને પેશવાને હરાવી દીધો હતો. ખાસ વાત એ છે કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ઝંડા હેઠળ ફક્ત 500 મહાર સૈનિકોએ પેશવા બાજીરાવ-2 ની 25000 સૈનિકોની ટુકડીને હરાવવાનું બીડું ઝડપ્યું હતું.