ઈચ્છાપોર પોલીસ સ્ટેશન ખાતેથી ગુમ થનાર બે બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી પોલીસની ઇન્વેસ્ટિગેશન ટીમ

ichhapor police

હજીરા વિસ્તારના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર જી દેસાઈનાં માર્ગદર્શન હેઠળ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં કામગીરી કરતી ઇન્વેસ્ટિગેશન ટીમના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.વી. ચાવડા પી.એસ.આઈ તથા તેમની ટીમ ગઈકાલે ફરજ પર હતા તે દરમિયાન જાણ મળી હતી કે ઈચ્છાપોર ખાતેથી બે બાળાઓ નામે 15 વર્ષીય ગોલ્ડી અમરનાથ રામ તથા સ્નેહા પપ્પુ સીંગ (14 વર્ષ) કોઈને પણ કહ્યા વગર પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગયા છે. આ અંગે જાણકારી પરિવારજનોએ ઇન્વેસ્ટિગેશન ટીમને કરતા  લોકેશનના આધારે સદર બાળાઓનો મુંબઈ રેલવે સ્ટેશનથી ગણતરીના કલાકમાં શોધી કાઢી બંનેની પૂછપરછ કરતાં જણાવ્યું કે ઘરે એકલા રહીને કંટાળી ગયેલા હોવાથી બંને ફરવા નીકળી ગઈ હતી તેવું જણાવ્યું.  ઈચ્છાપોર  પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરીને કારણે બંનેય બાળાઓ પરિવારજનોને મળી શકી હતી. કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આર જી દેસાઈના માર્ગદર્શન હેઠળ ઇન્વેસ્ટિગેશન ટીમના ઇન્ચાર્જ પી.એસ.આઈ કે.વી. ચાવડા તથા એએસઆઈ રાજકિશોર શ્રીકાંત તથા અ.હે.કો. રવિરાજસિંહ રણજીતસિંહ  તથા પોલીસ કોન્સ્ટેબલ પરસોત્તમભાઈ મધાભાઈ સહિત ટીમે પૂર્ણ કરી હતી.