ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત વિવનીટ એકઝીબીશન અને SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પોમાં બે દિવસમાં ૬૭૩૦ બાયર્સે મુલાકાત લીધી
sgcci-3
ભારતની મુખ્ય કાપડની મંડીઓથી ફેબ્રિકસના મોટા ગજાના જેન્યુન બાયર્સ તેમજ કોર્પોરેટ હાઉસના પરચેઝ મેનેજરોએ પ્રદર્શનની મુલાકાત લેતા એકઝીબીટર્સને લાખ્ખો મીટરના ગ્રે ફેબ્રિક તથા સાડીઓના ઓર્ડર મળ્યા
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ર૦થી રર સપ્ટેમ્બર ર૦ર૪ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ‘વિવનીટ એકઝીબીશન– ર૦ર૪’અને SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪ને બાયર્સનો જબરજસ્ત પ્રતિસાદ મળી રહયો છે. બે દિવસમાં ૬૭૩૦ જેટલા જેન્યુન બાયસે દ્વારા આ પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, યાર્નમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ્સ અને ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી વિવનીટ એકઝીબીશન યોજાયું છે. વિવનીટની સાથે SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪ પણ યોજાયો છે. સુરતના ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ યુનિટ નાંખવા માટે જરૂરી ચીજવસ્તુઓ જેવી કે મશીન, ધાગા, લેસ, બટન, કલર એનાલિસિસ અને ફેશન ડિઝાઇનીંગનું આ એક્ષ્પોમાં ડિસપ્લે કરવામાં આવી રહયું છે.
ભારતની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના જેન્યુન બાયર્સ તેમજ કોર્પોરેટ હાઉસના પરચેઝ મેનેજરોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જેથી કરીને એકઝીબીટર્સને લાખ્ખો મીટરના ગ્રે ફેબ્રિક તથા સાડીઓના ઓર્ડર મળ્યા હતા. આ ઉપરાંત ફેશન ડિઝાઇનીંગના વિદ્યાર્થીઓએ પણ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
વિવનીટ એકઝીબીશનમાં હોસ્પિટલ કર્ટેન્સ (વોટર રિપેલન્ટ, એન્ટિ માઈક્રોબાયલ અને ફાયર રિટારડન્ટ), શાવર કર્ટેન્સ, ડ્રેપરીઝ બ્લેક–આઉટ અને વ્હાઇટ–આઉટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર પોલિએસ્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર બેડશીટ્સ, કમ્ફર્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્યુવેટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્યુવેટ્સ અને ડ્યુવેટ કવર્સ, પીલો કવર્સ, માઇક્રો ફાઇબર બેડસ્પ્રેડ, પ્લેટેડ માઇક્રો ફાઇબર બેડસ્કટ્ર્સ, ડિજીટલ પ્રિન્ટેડ બ્લેક આઉટ ફેબ્રિક અને અલ્ટ્રાસોનિક બ્લેકઆઉટ ફેબ્રિકનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે.
આ ઉપરાંત એકઝીબીશનમાં વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્સ તથા રેપીયર જેકાર્ડથી બનેલી આઇટમ્સ જેવી કે ટોપ ડાયડ સાડી, ડાયબલ વિસ્કોસ સાડી, ડાયબલ નાયલોન સાડી, કર્ટન ફેબ્રિક, સોફા ફેબ્રિક, લુંગી ફેબ્રિક, બ્રોકેડ ફેબ્રિકસ અને ટેકનીકલ ટેકસટાઇલ્સના ઘણા ઓર્ડર્સ એકઝીબીટર્સને મળી રહયા છે. આવતીકાલે ત્રીજા દિવસે રવિવાર હોવાથી બાયર્સ તથા વિઝીટર્સનો ધસારો જોવા મળશે.