"અશોક ધમ્મદર્ષિ બુદ્ધ વિહાર, મેમ્કો, અમદાવાદ" મુકામે "મહા ગુજરાત બૌદ્ધ સંઘ" દ્વારા એક ભવ્ય "બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ
Dhammdiksha 01
જૈનશિલ્પ સમાચાર
અમદાવાદ
તારીખ 26મી નવેમ્બર, 2022ના રોજ સંવિધાન દિવસના ઉપલક્ષ્યમાં "અશોક ધમ્મદર્ષિ બુદ્ધ વિહાર, મેમ્કો, અમદાવાદ" મુકામે "મહા ગુજરાત બૌદ્ધ સંઘ" દ્વારા એક ભવ્ય "બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દીક્ષા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના કુલ 5 અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા 93 દીક્ષાર્થીઓએ બુદ્ધ ધમ્મની દીક્ષા ગ્રહણ કરી હતી તેમજ પોતાના મૂળ ધમ્મમાં એટલે કે બુદ્ધ ધમ્મમાં ઘર વાપસી કરી હતી તેમજ સાંસ્કૃતિક દ્રષ્ટિએ તમામે બુદ્ધ ધમ્મ અંગીકાર કર્યો હતો. આ કાર્યક્રમમાં "મહા ગુજરાત બૌદ્ધ સંઘ"ના સહ ધમ્મબંધુ "સૂરજ બૌદ્ધએ દીક્ષાદાયક તરીકે પોતાની ભૂમિકા ભજવી હતી. સૂરજ બૌદ્ધએ સૌને બુદ્ધ ધમ્મની દીક્ષા આપી તેમજ સાથે સાથે સૌને બાબાસાહેબની 22 પ્રતિજ્ઞા પણ બોલાવડાવી. ત્યારબાદ "મહા ગુજરાત બૌદ્ધ સંઘ"ના સહ સંચાલક "સિંહલ બોધિધર્મન" દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાથી લઈને સરકારી બૌદ્ધ હોવાનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય કાયદો 2003 તેમજ અધિનિયમ 2008 અંતર્ગત સંપૂર્ણ માહિતી આપી. સાથે સાથે આવનાર સમયમાં "મહા ગુજરાત બૌદ્ધ સંઘ"ના યોજાનાર 2 મહત્વના કાર્યક્રમોની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં શ્રામનેર /શ્રામનેરી, અનાગારીક દીક્ષા કાર્યક્રમ 5 દિવસ તથા "મહા ગુજરાત બૌદ્ધ સંઘ" અંતર્ગત દીક્ષા લેનાર તમામ દીક્ષાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ 1 દિવસનો આયોજિત કરાશે. જેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ટુંક સમયમાં શરૂ થવાની છે જે અંગેની જાણકારી આપવામાં આવી હતી.