અમરોલી તાપી પાળા ખાતેના શ્રી દેવનારાયણ મંદિરથી કડોદરા સુધી પૈદલયાત્રા યોજાઈ
amroli paidalyatra
જૈનશિલ્પ સમાચાર, સુરત
સ્વ. કિરોડી સિંહ બૈîસલાની પુણ્યતિથિના અવસરે ૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ ગુર્જર દેવસેના ગુજરાત પ્રદેશ દ્વારા પૈદલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પૈદલયાત્રાનું લક્ષ્ય સમાજ નશામુક્ત બને, શિક્ષણ તેમજ રમત-ગમતમાં આગળ આવે, જન્મદિવસ તથા પ્રેતભોજન ઉપર કરવામાં આવતા ખોટા ખર્ચા બંધ કરવામાં આવે તથા આપણી કુદરતી સંપત્તિ નદી, તળાવ તથા સમુદ્રમાં કોઈ પણ પ્રકારનો કચરો નહીં નાંખી ગંદકી અટકાવવાનું છે. આના આધારે આ પ્રકારના બેનરો સાથે આ પૈદલયાત્રા યોજાઈ હતી. પૈદલયાત્રા અમરોલી તાપી પાળા ઉપર આવેલા શ્રી દેવનારાયણ મંદિરથી શરૂ કરવામાં આવી હતી અને કડોદરા, ઉંભેળ ખાતે આવેલા દેવનારાયણ મંદિરમાં સમાપન કરાયું હતું. પૈદલયાત્રામાં મોતીલાલ ગુર્જર, ઇન્દ્રજીત ગુર્જર, છોટુરામ ગુર્જર, લુંબારામ ગુર્જર, અોમજી ગુર્જર, વિરાટ ગુર્જર, દિલીપ ગુર્જર, છગન ગુર્જર, બાબુ ગુર્જર, ધર્મારામ ગુર્જર, નારાયણ ગુર્જર, દિનેશભાઈ ચાવલા, મુકેશભાઈ રબારી, દ્વારકાદાસ રૂડાણી તથા લવેશ ગુર્જરે સાચા મનથી ભાગ લઈ સ્વ. કિરોડી સિંહ બૈîસલાને શ્રધ્ધાંજલિ આપી હતી. હરીશભાઈ ગુર્જરે જણાવ્યું કે આપણી સાથે કોણ છે તે મહત્વનું નથી. તેનાથી વધારે મહત્વનું આપણે સમાજના માટે શું કરી શકીઍ છીઍ તે વધારે મહત્વનું છે. આપણે ઍક દિવસ સમાજને સમર્પિત કર્યો તે સમાજમાં પ્રગતિનો સંચાર કરશે. આજે સામાજિક કાર્યક્રમોમાં બીડી, સિગારેટ, તંબાકુ પીવાની સામાન્ય બાબત થઈ ગઈ છે જેને આપણે બંધ કરવી પડશે. ગામડાઅોમાં શિક્ષણ, રમત-ગમત પ્રત્યે બાળકોમાં જાગૃતિ હતી જ્યારે આજે તેના માટે ઘણા અોછા બાળકો આગળ આવી રહ્ના છે. આપણે ઘણી વખïત જાઈઍ છીઍ કે જન્મદિવસ અને પ્રેતભોજન પર ખોટી રીતે ખર્ચ કરવામાં આવે છે અને જેના કારણે મધ્યમવર્ગીય પરિવાર દેવામાં ડૂબી જાય છે. આવા ખર્ચા બંધ કરી ગામડામાં નિર્માણકાર્યમાં લગાડવા જાઈઍ. બીજી તરફ આપણી કુદરતી સંપત્તિ નદી, તળાવ, સમુદ્ર, વાવ, નહેરમાં જ્યાં ગંદગી ફેîકવાની આદત છે તે બદલીને સુધારવી જાઈઍ. તેમ કરીશું તો જ આપણે આપણા સમાજનું ભાવિ નિર્માણ કરી શકીશું.