ક્રાંતિકારી વિચારધારા ધરાવતા પોરબંદરના દિવંગત પીએસઆઈ જોગદિયાને શ્રી અમરોલી પરજીયા વણકર સમાજે શ્રદ્ધાંજલિ આપી
sarvaiya ravjibhai
જૈનશિલ્પ સમાચાર, સુરત
શ્રી અમરોલી પરજીયા વણકર સમાજે ક્રાંતિકારી વિચારધારા ધરાવતા દિવંગત જે. જે. જોગદિયાને શ્રદ્ધાંજલિ આપી હતી. જે. જે. જોગદિયા પોરબંદરમાં પી.એસ.આઈ. તરીકે કાર્યરત હતા. તેમના નિધનથી સમાજને મોટી ખોટ પડી છે. જોગદિયા ગરીબ પરિવારમાંથી આવતા હતા અને તેમની ક્રાંતિકારી વિચારધારાના કારણે તેઓ વણકર સમાજમાં ખ્યાતનામ થઈ ગયા હતા. તેઓ હંમેશા અનુસૂચિત જાતિના બાળકો, યુવાનો, ભાઈ, બહેનો માટે નિરંતર ચિંતિત રહેતા હતા. તેમનો હંમેશા એવો પ્રયાસ રહ્યો હતો કે વણકર સમાજમાં શિક્ષણમાં ક્રાંતિ આવે અને આ સમાજના લોકો આગળ આવે. તેઓ હંમેશા એવી કામના કરતા કે સમાજના લોકો વધુમાં વધુ શિક્ષણ મેળવે અને ઉચ્ચ પદનો હોદ્દો મેળવી વણકર સમાજને આગળ લાવે. પરંતુ તેમની અણધારી વિદાયથી તેમના પરિવાર સહિત સમાજને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. શ્રી પરજીયા વણકર સમાજના પ્રમુખ સરવૈયા રવજીભાઈએ આ દુઃખદ ક્ષણોમાં તેમના પરિવારને સાંત્વના પાઠવી છે અને તથાગત ભગવાન બુદ્ધ તેમના પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી કામના વ્યક્ત કરી છે.