ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની તમામ માધ્યમિક શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ધ્યાન આપે

Gujarat madhymik Shiksha

ગુજરાત  માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની તમામ માધ્યમિક શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ધ્યાન આપે

રિપોર્ટર : હરિપ્રસાદ રાવલ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની તમામ માધ્યમિક શાળાઓના સંચાલકો શ્રી ઓ, આચાર્યશ્રીઓ, શિક્ષક શ્રીઓ ,વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે ધોરણ 10 માર્ચ 2023 ની પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ભરવાની અંતિમ તારીખ 13- 12- 2022 સુધી હતી જે રેગ્યુલર ફી સાથે આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ 18- 12 -2022 સુધી લંબાવવામાં આવે છે ત્યારબાદ તા- 19- 12 -2022 થી .તારીખ 7 -1 -2023ત્રણ તબક્કાઓ સુધી લેઇટ ફી સાથે આવેદનપત્રો ભરી શકાશે લેઇટ ફીના તબક્કાઓ અને ફી નીચે પ્રમાણે છે. પ્રથમ તબક્કો તા -19- 12 -2022 થી તા -23 -12- 2022 સુધી લેઇટ ફી રૂપિયા ૨૫૦ દ્વિતીય તબક્કો તા- 24-12 -2022 થી 2- 1- 23 સુધી લેઇટ ફી રૂપિયા 300 તૃતીય તબક્કો તા- 03- 01- 2023 થી તા07-01-2023 સુધી લેઇટ ફી રૂપિયા 350 અંતિમ તારીખ 7 -1 -2023 સુધી કોઈપણ સમયે ધોરણ 10ના કોઈપણ વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારા કરી શકાશે જે માટે કોઈ અલગથીફી લાગશે નહીં જો સુધારા હોય તો સમય મર્યાદામાં કરી લેવા વિનંતી. વિદ્યાર્થીનું principal approval બાકી હોય તો તે પણ તારીખ 7- 1 -2023( રાત્રિ ના 12 કલાક) સુધી કરી શકાશે. બોર્ડની વેબસાઈટ પર ઓનલાઇન થી ભરવા સંબંધીત સ્પષ્ટ સૂચનાઓ ધ્યાને લેવી.
વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા  ફી માંથી મૂક્તિ આપવામાં આવેલ છે. લેઇટ ફી માંથી વિદ્યાર્થી/ વિદ્યાર્થીની ને મુક્તિ નથી તેવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના નિયામક (પરીક્ષા) એમ.કે .રાવલે. જણાવેલ છે.