ડોક્ટર બાબાસાહેબ આંબેડકર લીધેલ  107મો સંકલ્પ દિવસ ઉજવાયો

Babasaheb Sankalp day

Jainshilp Samachar :  સુરત! 23મી સપટેંબર 1917ના રોજ વડોદરા ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એ તેમના સમાજના  ઉત્થાન,અને લોકો ને ઉચ્ચ શિક્ષિત બનાવવા સંકલ્પ લીધો હતો! જેથી 23મી સપટેંબરે સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવે છે! 23મી સપટેંબર 2023ના રોજ આ સંકલ્પ દિવસ ને 107વર્ષ પુરાં થયાં છે!જેના અનુસંધાને કોસાડ આવાસ h-4 ખાતે આવેલ ભીમરત્ન મહાબુદધ વિહાર માં ગત રોજ વિહાર નાં સંસ્થાપક રતનભાઈ નીકુમ,મહેન્દ્ર બૈસાને,ધનરાજ ઠાકરે ,છોટુ ભોગરે,બાલુભાઈ ખૈરનાર , ફતેસિંહ ગોહિલ,અજય વર્મા તથા આનંદ સપકાલે એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ને ફુલહાર પહેરાવી માનવંદના કરી 107મો સંકલ્પ દિવસ ઉજવવામાં આવ્યો હતો!