અદાણી સ્પોર્ટ્સલાઈન લિટલ જાયન્ટ્સ ઈન્ટરસ્કૂલ ચેમ્પિયનશિપ-2023 ને 15 જુલાઈનાં રોજ લોન્ચ કરશે

Adani

અદાણી સ્પોર્ટ્સલાઈન લિટલ જાયન્ટ્સ ઈન્ટરસ્કૂલ ચેમ્પિયનશિપ-2023 ને 15 જુલાઈનાં રોજ લોન્ચ કરશે

- લિટલ જાયન્ટ્સ ઈન્ટરસ્કૂલ ચેમ્પિયનશિપ-2023 માં કબડ્ડી, ખો-ખો, ક્રિકેટ અને ફૂટબોલની રમતો સામેલ રહેશે
અમદાવાદ, 14 જુલાઈ, 2023: ગુજરાત રાજ્યમાં સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા જોઈ તેમને ઉચ્ચ સ્તરે પહોંચવા તૈયાર કરવાની યોજના સાથે અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા લિટલ જાયન્ટ્સ ઈન્ટરસ્કૂલ ચેમ્પિયનશિપ-2023નો જુલાઈમાં પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજીત ચેમ્પિયનશિપમાં કબડ્ડી, ખો-ખો, ક્રિકેટ અને ફૂટબોલની રમતો સામેલ રહેશે.ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 15 જુલાઈથી સુરતમાં શરૂ થશે. જ્યારે ચેમ્પિયનશિપની તમામ ફાઈનલ અમદાવાદમાં યોજાશે.
લિટલ જાયન્ટ્સ ઈન્ટરસ્કૂલ ચેમ્પિયનશિપ-2023 એ પાયાના સ્તરે રમતો માટે બાળકોનો ઉત્સાહ વધારવાની સાથે પ્રતિભાવાન ખેલાડીઓની પસંદગી કરી તેમને આગલા સ્તરે પહોંચવા તૈયાર કરવાનો છે. લિટલ જાયન્ટ્સ ઈન્ટરસ્કૂલ ચેમ્પિયનશિપમાંથી દરેક રમતનાં શ્રેષ્ઠ ખેલાડીઓને તેમની સ્કિલ્સના આધારે રમતોના ભાવિ ટ્રેનિંગ પ્રોગ્રામ માટે પસંદગી કરાશે. આ ચેમ્પિયનશિપની અગાઉની સિઝનમાં કબડ્ડી અને ખો-ખોની રમતો સામેલ હતી, જેમાં સમગ્ર રાજ્યમાંથી 12 થી 17  વર્ષની વયના 3000 વિદ્યાર્થીઓ મેદાને ઉતર્યા હતા.
લિટલ જાયન્ટ્સ ઈન્ટરસ્કૂલ કબડ્ડી ચેમ્પિયનશિપ-2023નો પ્રારંભ સુરતમાં ઈન્ટર સિટી ફાઈનલ  (15-16 જુલાઈ)થી થશે.જે પી.પી.સવાણી કેમબ્રિજ ઈન્ટરનેશનલ સ્કૂલે યોજાશે. જે પછી રાજકોટ (22-23જુલાઈ), બરોડા (29-30 જુલાઈ) અને અમદાવાદ (4-5 ઓગસ્ટ)માં ચેમ્પિયનશિપ યોજાશે. જ્યારે ફાઈનલ અમદાવાદમાં જ 6-7 ઓગસ્ટનાં રોજ યોજાશે. દરેક શહેરથી ટોચની 2 ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરશે. જે અમદાવાદમાં યોજાશે.
લિટલ જાયન્ટ્સ ઈન્ટરસ્કૂલ ખો-ખો ચેમ્પિયનશિપ-2023 અને ઈન્ટર સિટી ફાઈનલ સુરતમાં(15જુલાઈ) શરૂ થશે.જે પી.પી.સવાણી કેમબ્રિજ ઈન્ટરનેશનલ સ્કૂલે યોજાશે. જે પછી રાજકોટ (22જુલાઈ), બરોડા (29જુલાઈ) અને અમદાવાદ (4 ઓગસ્ટ)માં ચેમ્પિયનશિપ યોજાશે. જે પછી ફાઈનલ અમદાવાદમાં (6-7 ઓગસ્ટ) યોજાશે.
આ ઉપરાંત લિટલ જાયન્ટ્સ ઈન્ટરસ્કૂલ ક્રિકેટ ચેમ્પિયનશિપ-2023ની ઈન્ટર સિટી ફાઈનલ અને લિટલ જાયન્ટ્સ ઈન્ટરસ્કૂલ ફૂટબોલ ચેમ્પિયનશિપ-2023 ની ઈન્ટર સિટી ફાઈનલ અમદાવાદમાં 25 થી 29 જુલાઈ દરમિયાન યોજાશે. જે પછી 30 જુલાઈ એ અમદાવાદમાં ફાઈનલ રમાશે. લિટલ જાયન્ટ્સ ઈન્ટરસ્કૂલ ચેમ્પિયનશિપમાં પ્રથમવાર ક્રિકેટ અને ફૂટબોલનો સમાવેશ કરાયો છે.

પ્રો-કબડ્ડી લીગમાં અદાણી ગુજરાત જાયન્ટ્સના કોચ રામ મહેર સિંઘે કહ્યું કે,"લિટલ જાયન્ટ્સ ઈન્ટરસ્કૂલ ચેમ્પિયનશિપ-2023 એ અદાણી સ્પોર્ટ્સ લાઈનની શાનદાર પહેલ છે. જે બાળકોને સ્પોર્ટ્સમાં આગળ વધવા પ્રોત્સાહિત કરે છે. મે એનવાયપી ટ્રાયલ્સ દરમિયાન ઘણાં પ્રતિભાશાળી ખેલાડીઓને જોયા છે. મને આશા છે કે આ ચેમ્પિયનશિપથી ભવિષ્યમાં કોઈ ખેલાડી એનવાયી પ્રોગ્રામનો ભાગ બનશે. હું તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવું છું."
વિમેન્સ પ્રિમિયર લીગમાં અદાણી ગુજરાત જાયન્ટ્સ ટીમની મેન્ટર અને સલાહકાર એવી મિતાલી રાજે કહ્યું કે,"લિટલ જાયન્ટ્સ ઈન્ટરસ્કૂલ ચેમ્પિયનશિપ-2023 એ ઘણાં બાળકોને તેમની ક્ષમતા દેખાડવાની શાનદાર તક આપશે. રાજ્યભરમાં યોજાનારી ચેમ્પિયનશિપ એ યુવા ખેલાડીઓ અને ખાસ તો મહિલા ખેલાડીઓ માટે નવી તકોનું નિર્માણ કરશે.મને વિશ્વાસ છે કે રમતમાં રોમાંચક મુકાબલાઓ જોવા મળશે અને હું મહિલા ક્રિકેટની ઉજવણી કરવાનું જોઈ રહી છું"

અદાણી સ્પોર્ટ્સ લાઈનનાં હેડ સત્યમ ત્રિવેદીએ કહ્યું કે,"અદાણી સ્પોર્ટ્સલાઈનમાં અમારી યાત્રાનો પ્રારંભ પાયાના સ્તરે કરેલી પહેલ થકી થાય છે. વિમેન્સ પ્રિમિયર લીગ હોય, પ્રો-કબડ્ડી હોય, અલ્ટીમેટ ખો-ખો હોય કે પછી ગર્વ હૈ ઈન્ક્યૂબેસન પ્રોગ્રામ હોય, અમે હંમેશા પાયાનાં સ્તરે રહેલી પ્રતિભાઓમાં રોકાણ કરવાની પ્રક્રિયા પર ફોક્સ કરીએ છીએ. અમારો મુખ્ય હેતુ યુવા ખેલાડીઓને તકો આપવી, તેમના વિકાસનો માર્ગ તૈયાર કરવો જેથી તેઓ ભાવિ ચેમ્પિયન બની ઘણાં બાળકો માટે રોલ મોડલ બને. આ વિઝનનું શાનદાર ઉદાહરણ ‘લિટલ જાયન્ટ્સ’સ્કૂલ પ્રોગ્રામ છે. જે બાળકોને નાની વયે જ આગળ વધારવાની તકો આપવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે."