ગુજરાતમાં વરસાદની આગાહી ક્યાં સુધી?? વાંચો

ગુજરાતમાં વરસાદની આગાહી ક્યાં સુધી?? વાંચો

ગુજરાત રાજ્યમાં હજી પણ 20 ટકા વરસાદની ઘટ હોવાનું જાણવા મળે છે. ચોમાસાની હાલની ઋતુમાં 23.69 ઈંચ સાથે મોસમનો સરેરાશ 73.67 ટકા વરસાદ થઈ ચૂક્યો છે.  હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી 21 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જેમાં ગુજરાત, મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનમાં મંગળવાર સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વીકમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે ફરીથી લો-પ્રેશરમાં ફેરવાયું છે. જે મધ્યપ્રદેશ પર છે.  આગામી થોડા દિવસો સુધી મધ્ય ગુજરાત પર રહેશે અને 48 કલાકમાં નબળું થતું જશે. જેના કારણે મધ્ય પ્રદેશ તથા તેના પાડોશમાં આવેલા રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે. ભારતના હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે મધ્ય પ્રદેશમાં શુક્રવારે ભારે વરસાદ પડ્યો જે શનિવાર અને રવિવારે એટલે કે આજે પણ યથાવત રહેવાની શક્યતા છે. વધુમાં રાજસ્થાન અને ગુજરાતમાં 18થી 21 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદ પડી શકે છે. તેમાં પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટા છવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે.  ગુજરાતમાં 21 સપ્ટેમ્બર સુધી પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપી જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.