ઓરિસ્સાની ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ રૂ. ૫૦ લાખની સહાય કરી આપી શ્રધ્ધાંજલિ

UDISA

ઓરિસ્સાની ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ રૂ. ૫૦ લાખની સહાય કરી આપી શ્રધ્ધાંજલિ

ઓરિસ્સાના બાલાસોર પાસે ત્રણ ટ્રેન વચ્ચે થયેલા અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ રૂ. ૫૦ લાખની સહાય કરી શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી. આ ઘટનામાં  233થી વધુ લોકોના મૃત્યુ થયાની જાણકારી સૂત્રો પાસેથી મળી છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. પૂજ્ય મોરારીબાપુ રામકથા માટે કલકત્તા ગયા એ દરમિયાન એમને આ સમાચાર પ્રાપ્ત તેમણે સંવેદના વ્યક્ત કરી હતી અને આ ઘટનામાં જેઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે તે અને અન્ય ઘાયલ થયેલા લોકોને સહાયરૂપ થવા માટે રૂપિયા 50 લાખની સહાયતા રાશિ પણ અર્પણ કરી હતી. રામકથાના દેશ અને વિદેશના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને ઘાયલ લોકો ઝડપથી પોતાનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના પણ કરી છે.