અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન મહાદાન સન્માન કાર્યક્રમ યોજાયો

amd programme

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન મહાદાન સન્માન કાર્યક્રમ યોજાયો

અમદાવાદ ઃ ગુજરાત સ્થાપના દિવસે સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો, પેરા મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, વર્ગ-4 કર્મચારીઓનો જાહેર સન્માન કાર્યક્રમ અખિલ ભારતીય વિકાસ પરિષદ અમદાવાદ દ્વારા મનોજ અગ્રવાલ અધિક મુખ્ય સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અધ્યક્ષતામાં રખાયો હતો. 
કાર્યક્રમમાં ડોક્ટર રાકેશ જોષી તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ અમદાવાદ, ડોક્ટર પ્રાંજલ મોદી સીટી કન્વીનર, કિડની હોસ્પિટલ સિવિલ, અમદાવાદ, ડોક્ટર ચિરાગ દોશી નિયમક યુ. એન. મહેતા કાર્ડિયાક હોસ્પિટલ અમદાવાદ, દિલીપ દેશમુખ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ
, ડોક્ટર સંજય સોલંકી સોટો  કોર્ડીનેટર સિવિલ હોસ્પિટલ અમદાવાદ, પ્રિયા શાહ સોટો કોર્ડીનેટર કિડની હોસ્પિટલ, ડોક્ટર તુષાર લેઉવા એ.મો. સિવિલ હોસ્પિટલ અમદાવાદ, અમિત સી. ચૌહાણ માહિતી નિયામક અમદાવાદ, આરતી શર્મા સ્ટાફ નર્સ સિવિલ હોસ્પિટલ અમદાવાદ, જલ્પા ધંધુકિયા સ્ટાફ નર્સ સિવિલ હોસ્પિટલ અમદાવાદ, રવિ ચૌધરી બ્રધર સિવિલ હોસ્પિટલ અમદાવાદ, સોનલ સ્ટાફ નર્સ કીડની હોસ્પિટલ અમદાવાદ, રમેશ પરમાર પી.આર.ઓ. સિવિલ  હોસ્પિટલ અમદાવાદ, ચાવડા હાર્દિક વર્ગ-4 સિવિલ હોસ્પિટલ અમદાવાદ, સોલંકી મેહુલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ, અજય સોલંકી અજય ફૂડસ અમદાવાદ, વિજય આહીર સમાજ સેવક અમદાવાદ અને મનન શાહ સમાજસેવક અમદાવાદ સહિત પવન ચૌહાણ વિઝવા કન્સલ્ટન્સી અમદાવાદ તથા 15 અંગદાન કર્મસીલોનું તેઓની ઉત્તમ કામગીરીની નોંધ લઈ મોમેન્ટો, પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. 
અકિલા ભારતીય પરિષદના ચેરમેન જયંતીભાઈ આહિરે ગુજરાત સ્થાપના દિવસ સાથે સિવિલ હોસ્પિટલ અમદાવાદના ઇતિહાસની વાત કરી આજના દિવસે અંગદાન એ જ મહાદાનની જ્યોત પ્રગટાવી એક નવી શરૂઆત કરવાની વાત કરતા કહ્યું કે, આજના દિવસે એક નવી શરૂઆત કરીએ, મિલકત ના વીલ સાથે અંગદાન ના વીલ કરીએ ડોક્ટર પ્રાંજલ મોદી સોટો
 કન્વીનર કિડની હોસ્પિટલ અમદાવાદ કે જેઓએ 500 થી વધુ લીવર ઉપરાંત 1000થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન કરેલા છે. કાર્યક્રમનું સંચાલન વિજય આહીર અખિલ ભારતીય સ્વાવલંબી અભિયાનના અમદાવાદ જિલ્લાના કન્વીનરે
 કર્યું હતું, આભારવિધિ બાબુભાઈ પ્રજાપતિ પ્રમુખ ગુજરાત પત્રકાર સંઘે કરી હતી.