ગુજરાતના 6 સહિત 151 પોલીસકર્મીઓને કેન્દ્રિય ગૃહમંત્રી ચંદ્રકની જાહેરાત

CHANDRAK

ગુજરાતના 6 સહિત 151 પોલીસકર્મીઓને કેન્દ્રિય ગૃહમંત્રી ચંદ્રકની જાહેરાત

ગાંધીનગર: વર્ષ 2022માં તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 151 પોલીસ કર્મીઓને કેન્દ્રિય ગૃહમંત્રી ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી 6 પોલીસ અધિકારીઓને આ મેડલ મળશે. આ સિવાય 151 પોલીસકર્મી માટે મેડલની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે તેમના નામની જાહેરાત કરી હતી. 
આ વિશે મળતી માહિતી પ્રમાણે, દર વર્ષની જેમ આ વર્ષે તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશના પોલીસકર્મીઓને કેન્દ્રીય ગૃહમંત્રી મેડલની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના 6 સહિત 151 પોલીસકર્મીઓમાં પોલીસ અને તપાસ એજન્સીઓ સાથે સંકળાયેલાને આ મેડલ એનાયત કરવામાં આવશે.
કેન્દ્રિય ગૃહમંત્રી પુરસ્કારો મેળવનાર પોલીસકર્મીઓમાં તપાસ એજન્સી સીબીઆઈના 15, મહારાષ્ટ્ર પોલીસના 11, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ પોલીસના 10, કેરળ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ પોલીસના 8-8નો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસના 6 પોલીસકર્મીઓ, આ સિવાય તપાસ એજન્સી  એનઆઈએ અને એનસીબીના 5-5 અધિકારીઓ સામેલ છે. બાકીના પોલીસકર્મીઓ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે. આ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી મેડલથી સન્માનિત કરાયેલા પોલીસકર્મીઓમાં 28 મહિલા પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતના 6 પોલીસ અધિકારીઓમાં અભય ચુડાસમા, આઈજીપી ગુજરાત, ગીરીશકુમાર લક્ષ્મણભાઈ સિંઘલ, આઈજીપી ગુજરાત, ઉષા બચુભાઈ રાડા, ડીવાય સીપી ગુજરાત, સાગર બાગમાર, ડીવાય સીપી ગુજરાત, રાજેન્દ્રસિંહ રણજીતસિંહ સરવૈયા, એસીપી ગુજરાત અને ભૂપેન્દ્ર નટવરલાલ દવે, એસીપી ગુજરાતનો સમાવેશ થાય છે.