મોરારીબાપુ દ્વારા શ્રી ચિત્રકૂટ ધામ દ્વારા નવનિર્મિત કન્યાશાળાનું લોકાર્પણ થશે

Morari

મોરારીબાપુ દ્વારા શ્રી ચિત્રકૂટ ધામ દ્વારા નવનિર્મિત કન્યાશાળાનું લોકાર્પણ થશે

ભાવનગર - ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે આગામી તારીખ ૩૧/૧/૨૪ ના રોજ સવારે ૯ કલાકે પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે શ્રી ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા નવનિર્મિત પ્રાથમિક કન્યાશાળાના સંકુલનું લોકાર્પણ કરવામાં આવશે.  

ઉલ્લેખનીય છે કે તલગાજરડા ખાતે ૩૦ વર્ષ પહેલાં મોરારીબાપુ દ્વારા શાળાનું નિર્માણ થયું હતું. સમયાંતરે બાલિકાઓની સંખ્યામાં વધારો થયો અને મકાન પણ જૂનું થતાં નવનિર્મિત કરવામાં આવ્યું છે. એ ઉપરાંત ગામની ૮૦ વર્ષ પહેલાંની શાળાના બે ખંડોને સ્મારક તરીકે જાળવી રાખવા માટે જીલ્લા પંચાયત ભાવનગરની મંજુરી પ્રાપ્ત થતાં તે બે ખંડોને સ્મારક તરીકે જાળવવામાં આવશેં. જુના ગણવેશ, જૂના વિધાર્થીઓની તસવીરો, જૂના શાળાકીય સંશાધનો વગેરેને રક્ષિત કરવામાં આવશે. તે દિવસે એ બે ખંડોનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા, જીલ્લા પંચાયત શિક્ષણ વિભાગ ના સદસ્યો, ડીપીઓ, ટીપીઓ તેમજ રાજય સંઘનાં હોદેદારો અને સરપંચ વગેરે ઉપસ્થિત રહેશે.