સુરત ખાતે સીતાઆઇ.ટી. એક્સ્પો.માં રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડીયા ઇન્સ્ટિટ્યુટે નેક્સ્ટ ઝેન ટેક. અંતર્ગત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોર્સનું પ્રદર્શન યુવાનોમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર

sita it expo

સુરત ખાતે સીતાઆઇ.ટી. એક્સ્પો.માં રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડીયા ઇન્સ્ટિટ્યુટે નેક્સ્ટ ઝેન ટેક. અંતર્ગત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોર્સનું પ્રદર્શન યુવાનોમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર
સુરત ખાતે સીતાઆઇ.ટી. એક્સ્પો.માં રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડીયા ઇન્સ્ટિટ્યુટે નેક્સ્ટ ઝેન ટેક. અંતર્ગત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોર્સનું પ્રદર્શન યુવાનોમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર

સુરતઃ સુરતના વનિતા વિશ્રામ મેદાનખાતે રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડીયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારાસાઉથ ગુજરાત ઇન્ફોર્મેશન ટેક્નોલોજિસ્ટ એસોસિએશન - સીતા આયોજિત આઇ.ટી. એક્સ્પોમાં નેક્સ્ટ ઝેન ટેક્નોલોજી અંતર્ગત રજુ કરાયેલા કોર્સેસ માંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોર્સનું પ્રદર્શન અને તેને વિસ્તૃત સમજવા માટે વિદ્યાર્થીઓમાં ખાસ ઉત્સાહ દેખાયો હતો. આગામી 19 થી 22 જાન્યુઆરી સુધી યોજાનારા આ એક્સ્પોમાં યુવા પ્રતિભાઓને આવનારા ભવિષ્યમાં એડવાન્સ આઇ.ટી. ક્ષેત્ર તેમજ વિવિધ ટેકનોલોજીઓની સ્પર્ધામાં ટકી આત્મનિર્ભર રહેવાપ્રોત્સાહન હેતુ નેક્સ્ટ ઝેન ટેક્નોલોજી ના અન્ય આઇ.ટી. કોર્સેસનું પણ પ્રદર્શન યોજાયું હતું. જેમાં AR  VR, Data Science, AI  ML અને ITA CS+ જેવા એડવાન્સ કોર્સેસનો સમાવેશ થાય છે.

આધુનિકતા અને સ્કિલ ધરાવતા યુવાનો ની આજે ગ્લોબલ સ્તરે લેવાઈ રહેલી નોંધ તેમજ ભારતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી આઇ.ટી. અને ટેક્નોલોજી ક્ષેત્રે વધી રહેલી માંગનો પ્રભાવ અનેક વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા તેમજ આઇ.ટી. ક્ષેત્રે એડવાન્સ લર્નિંગ અને સ્કિલફૂલ બનાવવાની દિશામાં કાર્યરત રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડીયા એજ્યુકેશન સંસ્થા દ્વારા નેક્સ્ટ ઝેન ટેક્નોલોજી અંતર્ગત વિવિધ કોર્સેસ એક્સ્પો માં પ્રદર્શિત કર્યા હતા. જેમાંથી બહુ ચર્ચિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ AI    ML નો પાયથોન કોર્સ વિદ્યાર્થીઓને પાયથોન પ્રોગ્રામિંગ અને AI   MLના ક્ષેત્રમાં તેની એપ્લિકેશન્સમાં મજબૂત પાયો પૂરો પાડવા માટે રચાયેલ છે. આ કોર્સનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને AI  ML અલ્ગોરિધમનો અમલ કરવા, લોકપ્રિય પુસ્તકાલયો અને ફ્રેમવર્ક સાથે કામ કરવા અને પાયથોનનો ઉપયોગ કરીને વ્યવહારુ AI ML ઉકેલો વિકસાવવા માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવાનો છે.

આ ઉપરાંત ITA CS+ IT Administrator & Cyber Security કોર્સ કે જે મોબાઈલ, ઈન્ટરનેટ, બેન્કિંગ, મની ટ્રાન્સફર જેવા અન્ય કોઈપણ ડિજિટલ વ્યવહાર માટે જવાબદાર મૂળભૂત 5 પરિબળો એટલે કે Hardware, Network, Server, Cloud & Security જેના થકી આપણે સ્થળ, સમય અને ડર વગર સરળ વ્યવહાર કરી શકીએ છીએ,જેનો અભ્યાસ જ મૂળભૂત રીતે ITA CS+ Specialist કહેવાય છે. તેમજ Data Science કોર્સ એ બહુ-શાખાકીય ક્ષેત્ર છે, જે વ્યવસાયો માટે અર્થપૂર્ણ આંતરદૃષ્ટિ મેળવવાગણિત, સ્ટેટ્સ, અને કમ્પ્યુટર એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં ડેટાનું વિશ્લેષણ કરી આંતરદૃષ્ટિ વ્યવસાયોને ઑપરેશન ઑપ્ટિમાઇઝ કરવા અને સ્પર્ધાત્મક ધાર મેળવવા માટે સક્ષમ બનાવે છે. જયારે AR   VR ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી અંતર્ગત પ્રોસ્પેકટીવ ડેવલોપર્સની સર્જનાત્મકતા સાથે ટેક્નિકલ જ્ઞાનની ક્ષમતામાં આકર્ષક વધારો કરી નવીન AR - VR એપ્સ બનાવવા માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડે છે.