ગોંડલીયા (વાણંદ) પરીવારનું ગૌરવ વધારતી આકાંક્ષા

gondalia family

ગોંડલીયા (વાણંદ) પરીવારનું ગૌરવ વધારતી આકાંક્ષા

જૈનશિલ્પ સમાચાર, સુરત
રાજકોટની આકાંક્ષા ગોંડલીયા બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેણે હાલમાં લેવાયેલી એચ.એસ.સીની પરીક્ષામાં ધોરણ 12માં ઉચ્ચ કક્ષાના પી.આર. મેળવીને સમગ્ર ગોંડલીયા (વાણંદ) પરિવાર સહિત રાજકોટ શહેરનું તેમજ રાજકોટ શહેરની શ્રી કડવીબાઇ વીરાણી કન્યા વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે. ગોંડલીયા આંકાક્ષા હર્ષદભાઇ ધોરણ ૧૨ આર્ટસમાં અભ્યાસ કરે છે તેણે ૯૮.૮૮ પી.આર મેળવી સમસ્ત વાણંદ સમાજને ગૌરવ અપાવ્યું છે. 

વધુમાં જણાવવાનું કે, આખા વર્ષ દરમીયાન આંકાક્ષા ગોંડલીયા ભણતરની સાથે અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. અન્ય પ્રવૃત્તિની સાથે સાથે તેણે સારા માર્કસ સાથે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે. આકાંક્ષાના જીવન પરથી અન્ય સમાજની યુવતીઓ પણ પ્રેરણા મેળવી શકે છે. આ અવસરે શાળાનાં ટ્રસ્ટી તથા નિયામક, આર્ચાય તથા શાળાનાં શિક્ષકોનો આભાર વ્યકત કર્યો છે.