લુણાવાડા ખાતે વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી

Harimahotsav

રિપોર્ટર :  હરિપ્રસાદ રાવલ 
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે લુણાવાડા મેવાડા સુથાર પંચમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જમજર માતાની સાનિધ્યમાં વિશ્વકર્માં પ્રભુના મંદિર ખાતે ગુજરાત સ્ટેટ પેન્શન ફેડરેશન વડોદરા, ગાંધીનગરના પૂર્વ પ્રમુખ અને મહીસાગર જિલ્લા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ તથા સુથાર સમાજના અગ્રણી એવા આદરણીય શ્રી મણીભાઈ જી સુથાર સાહેબ ની આગેવાની અને માર્ગદર્શન હેઠળ બ્રાહ્મણો દ્વારા વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય યજમાન તરીકે આનંદ સુથાર તથા હિતેશ સુથાર તથા બિંદુ સુથાર તથા નિશા સુથાર દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હતી આરતી પૂજાની સમગ્ર વિધિ પૂર્ણ થયા બાદ સમૂહમાં ભોજન કરી સૌ છુટા પડ્યા હતા સદર કાર્યક્રમમાં મુખ્ય કાર્યવાહક શ્રી મણીભાઈ જી સુથાર તથા દલસુખભાઈ સુથાર બાલમુકુંદભાઈ સુથાર તથા પ્રેમ શંકરભાઈ સુથાર તથા શૈલેષભાઈ સુથાર સહિત તમામ જ્ઞાતિજનો ના વડીલો યુવાનો ભાઈઓ બહેનો બાળકો તથા આમંત્રિત મ.હેમાનો વગેરે સહિત હાજર રહી વિશ્વકર્મા જયંતીની આનંદ ઉમંગમાં સાથે મળીને ઉજવણી નો કાર્યક્રમ સંપૂર્ણ કર્યો હતો.