FICCI CMSME તથા SGCCI દ્વારા સંયુકતપણે સરસાણા ખાતે પ્લેટિનમ હોલમાં ‘ગુજરાત MSME બિઝનેસ કોન્કલેવ ર૦રપ’ યોજાશે
sgcci-23-1-25

ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ અને ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી કોન્કલેવમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અને નાના ઉદ્યોગકારો અને વેપારીઓને સંબોધશે
જૈનશિલ્પ સમાચાર, સુરત
ફિકકી – કોન્ફેડરેશન ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ (FICCI - CMSME) તથા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સંયુકતપણે શુક્રવાર, તા. ર૪ જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૪:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે ‘ગુજરાત MSME બિઝનેસ કોન્કલેવ ર૦રપ’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી તેમજ ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અને સુરતના ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓને સંબોધશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ઉપરોકત કોન્કલેવમાં "Viskit Bharat : Powering Future Ready MSMEs for India @ 100" ના મહત્વાકાંક્ષી વિચારો પર ચર્ચા થશે. ગુજરાતની MSME ક્ષેત્રે મહત્વની ભૂમિકા રહી છે. નાના અને મધ્યમ ઉદ્યોગો માત્ર રાજ્ય જ નહીં, પણ સમગ્ર દેશની આર્થિક વૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે ત્યારે વર્ષ ર૦૪૭ સુધીના આપણા સપનાનું ભારત, MSMEsના નિર્માણશીલ અને ટેકનોલોજીકલ સાહસો દ્વારા જ શકય બનશે.
કોન્કલેવમાં દરમ્યાન Manufacturing Excellence : Make in India - Make for World, Innovative Financing and Funding for MSME Growth અને Digital Public Infrastructure and E-Commerce - Setting the stage for limitless Opportunities જેવા ત્રણ જુદા – જુદા વિષયો પર પેનલ ડિસ્કશન યોજાશે, જેમાં ઉદ્યોગ અગ્રણીઓ તેમજ નિષ્ણાંતો દ્વારા ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓને વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. સાથે જ નાના ઉદ્યોગકારોની વિવિધ મુંઝવણોને દૂર કરવા માટે જરૂરી માર્ગદર્શન પણ અપાશે.
કોન્કલેવમાં ઉદ્ઘાટન સમારોહ બાદ પ્રથમ Manufacturing Excellence : Make in India - Make for World વિષે પેનલ ડિસ્કશન યોજાશે, જેમાં લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડના ન્યુકલીયર બીયુના વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ હેડ શ્રી પ્રવીણ ભટ્ટ, શ્રી રામકૃષ્ણ એક્ષ્પોટર્સ પ્રા.લિ.ના આંત્રપ્રિન્યોર શ્રી ધ્રુવલ ધોળકિયા, દીપક નાઇટ્રાઇટ લિમિટેડના ટેકનિકલ સર્વિસિસના કોર્પોરેટ હેડ શ્રી એ.એસ. શર્મા અને એનએબીએલ–કવોલિટી કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના જોઇન્ટ ડિરેકટર ડો. ભૂમિ રાજ્યગુરુ પેનલિસ્ટ તરીકે ભાગ લેશે.
બપોરે Innovative Financing and Funding for MSME Growth વિષે પેનલ ડિસ્કશન યોજાશે, જેમાં સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયાની અમદાવાદ સ્થિત રિજીયોનલ ઓફિસના જનરલ મેનેજર શ્રી નરેશ બબુતા, રત્નાફીન કેપિટલના કો–ફાઉન્ડર અને સીઇઓ શ્રી માલવ દેસાઇ, ધી સુરત પીપલ્સ કો–ઓપરેટીવ બેન્ક લિમિટેડના મેનેજિંગ ડિરેકટર અને સીઇઓ ડો. જતીન નાયક અને બીએનઆઇના એકઝીકયુટીવ ડિરેકટર શ્રી ગૌરવ સિંઘી પેનલિસ્ટ તરીકે ભાગ લેશે.
ત્યારબાદ Digital Public Infrastructure and E-Commerce - Setting the stage for limitless Opportunities વિષે પેનલ ડિસ્કશન યોજાશે, જેમાં લિમ્બુડી ફેશનના કો–ફાઉન્ડર અને સીઇઓ શ્રી હિરેન લાઠીયા, ગર્વમેન્ટ ઇ માર્કેટપ્લેસ (જેમ)ના ચીફ મેનેજર શ્રી અનુરાગ અવસ્થી અને ઇવાયના ડિરેકટર શ્રી અભિષેક પાસ્સી પેનલિસ્ટ તરીકે ભાગ લેશે.
કોન્કલેવ દરમ્યાન એમએસએમઇના જુદા જુદા વિષયો પર સેશન પણ યોજાશે, જેમાં ઉદ્યોગ અગ્રણીઓ જેવા કે ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેમજ સોલેકસ એનર્જી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર શ્રી ચેતન શાહ, હીઅર કવોલિટી એકસલન્સ પ્રા.લિ.ના સીઇઓ શ્રી સમીપ સુરિયા, અર્નસ્ટ એન્ડ યંગના ડિરેકટર શ્રી રાહુલ અગ્રવાલ અને ટ્રેઝીકસ સોફટવેર પ્રા.લિ.ના કો–ફાઉન્ડર શ્રી હરેશ કલકત્તાવાલા સુરતના ઉદ્યોગ સાહસિકોને વિસ્તૃત જાણકારી આપશે.
સુરતના ઉદ્યોગકારો IPO કેવી રીતે લાવી શકે છે તેની વિસ્તૃત જાણકારી આપવા માટે પણ અલગથી સેશન રાખવામાં આવશે, જેમાં અર્નસ્ટ એન્ડ યંગના પાર્ટનરો શ્રી હિરેન ભટ્ટ અને સુશ્રી જલ્પા સોનછાત્રા લઘુ ઉદ્યોગકારોને માહિતી આપશે.
કોન્કલેવમાં FICCI Confederation of MSMEs (FICCI CMSME) ના પ્રમુખ શ્રી ગિરીશ લુથરા સ્વાગત પ્રવચન કરશે. FICCI CMSME - Gujarat ના Chair શ્રી અંકિત પટેલ, FICCI CMSME - Gujarat ના Co Chair શ્રી અજય જયસિંગ, ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓ ઉપસ્થિત રહેશે. ચેમ્બરના માનદ્ મંત્રી તેમજ FICCI CMSME - Gujarat ના Co Chair શ્રી નિરવ માંડલેવાલા આભારવિધી કરશે.