દિવ્યાંગ માનવ ટ્રસ્ટ અને ગૃહમ પરિવાર સાથે સુરીલી શામ કાર્યક્રમ સંપન્ન
jainshilp samachar
સુરતના દિવ્યાંગ માનવ ટ્રસ્ટ અને ગૃહમ પરિવાર સાથે દિવ્યાંગ એક સુરીલી શામનું આયોજન ગૃહમ લકઝુરીયા માસમા, ઓરમા રોડ, માસમા ખાતે 23મી એપ્રિલ, શનિવારના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓરમા ગામના સરપંચ ઠાકોરભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય સીતાબેન રાઠોડ, આર.આર. વસાવા, ઓલપાડ પોલીસ સ્ટેશનના પી.આઈ. સતીષભાઈ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી નવસારી આરટીડી સીએ સીપી જે. એમ. સુથાર, માસમા ગામના સરપંચ સ્વીટીબેનની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યાંગ લોકોને પણ નોર્મલ વ્યક્તિ જેવું વ્યક્તિત્વ મળે તે આ કાર્યક્રમનો મૂળ હેતુ હતો. આ કાર્યક્રમમાં વિમલ જૈને નિઃશુલ્ક એન્કરિંગ કર્યું હતું. બહેનોને કેતન હીરપરા તરફથી સર્ટિફિકેટ અપાયા હતા.