ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (એસજીસીસીઆઈ) લેડિઝ વિંગ દ્વારા એક શામ ગુજરાતી અભિનેત્રીઓકે નામ કાર્યક્રમ યોજાયો

thesudhrna gujarat-7-9-26

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (એસજીસીસીઆઈ) લેડિઝ વિંગ દ્વારા એક શામ ગુજરાતી અભિનેત્રીઓકે નામ કાર્યક્રમ યોજાયો

મૂકનાયક / સબ એડિટર, ગુજરાત
રામલખન સહાની

સુરત શહેરના સરસાણાખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતની શાન અને સિનેમા જગતની મશહૂર અભિનેત્રીઓની સાથે એક પ્રેરણાદાયી શામ નું આયોજન ગુજરાતી ફિલ્મો અને લોકપ્રિય સિરિયલોમાં પોતાની શાનદાર ભૂમિકા કરીને દેશભરમાં સુરતનું નામ રોશન કરીને સફળતાના શિખરો સર કર્યા છે, શિખરો સુધી પહોંચનારી અભિનેત્રી હીના જયકિશન (ચનિયા ટોલી, કૃષ્ણાવતાર, ચૂપ, કચ્છ એક્સપ્રેસ, હિપહિપ હુર્રે, કહી દેને પ્રેમ છે ફેઈમ) અને સાત્વી મુકુલ ચોક્સી (વાંકી ચૂકી લવ સ્ટોરી હલ્કી ફૂલ્કી ફેઈમ) તથા અન્ય પ્રસિદ્ધ કલાકારોની સાથે ખાસ મુલાકાત કરવાની અદભુત સુવર્ણ અવસર પ્રાપ્ત થયો હતો. સુરતના આ કલાકારોના સંઘર્ષ, સફળતા અને સિનેમાની દુનિયામાં અજાણ્યા કિસ્સાઓને સાંભળો અને જીવનમાં પ્રગતિના માર્ગ પર આગળ વધવાની નવી પ્રેરણા પ્રાપ્ત કરો. આ ખાસ કાર્યક્રમમાં એસજીસીસીઆઈ પ્રમુખ અશોકભાઈ જીરાવાલાની આગેવાનીમાં નિખિલભાઈ મદ્રાસી તેમની ધર્મપત્ની અલ્પા મદ્રાસી, વૈભવ દેસાઈ, અતુલ પટેલ, શ્રદ્ધા શાહની સાથે અન્ય ગણમાન્ય લોકોની સાથે શહેરની ફિલ્મ પ્રેમી જનતા હાજર રહી હતી.