ગુજરાતમાં ભાજપનો ઝંડો લહેરાયો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12મીએ શપથવિધિ

Gujarat bjp

ગુજરાતમાં ભાજપનો ઝંડો લહેરાયો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12મીએ શપથવિધિ

ભાજપની જીત વધાવવા વડાપ્રધાન મોદી, અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ થનગની રહ્યા છે. વડાપ્રધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને ફોનથી શુભેચ્છા પાઠવી છે. નવી સરકારની શપથવિધિ 12મીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજવામાં આવશે. જેમાં મોદી પણ ઉપસ્થિત રહેશે. રાજ્યમાં ભાજપની જીત બાદ મુખ્યમંત્રી કમલમ ખાતે પહોંચ્યા હતા. કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એકબીજાનું મો મીઠું કરાવ્યું હતું. 

ગુજરાત વિધાનસભાની ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યની આવતીકાલે અથવા 10મી ડિસેમ્બરે કમલમ ખાતે એક મહત્વની બેઠક આયોજિત કરવામાં આવશે.