80માં જન્મ દિવસે બે લાખ એક સો એકનું દાન કરતા હરીશ ગુર્જરના પિતા

harish gurjar-019-11-2022

જૈનશિલ્પ સમાચાર, સુરત

હરીશ ગુર્જરને કોણ નથી ઓળખતું. તેમના કાર્યોના કારણે તે સુરત શહેરમાં દિવસે ને દિવસે ખ્યાતનામ થતા જાય છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને ગુર્જર દેવસેના ગુજરાત પ્રદેશ પ્રમુખ હરીશ ગુર્જરના પિતાજીનો જન્મ દિવસ 17મીના રોજ હતો. તેમના પિતાજી સુરેશ બિહારી લાલ ગુર્જરે જન્મ દિવસ નિમિત્તે કોઈ જાતનો ખોટો ખર્ચ કર્યા વગર શ્રીનાથજી નાથદ્વારા ગુર્જર સમાજની હવેલીમાં ચાલી રહેલા નિર્માણ કાર્ય માટે બે લાખ એકસો એક રૂપિયા જમા કરાવીને શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. તેમનો આ જન્મદિવસ યાદગાર બની ગયો છે. સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમના જન્મ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. આ અવસરે ગુર્જર સમાજના સરપંચ કમલ ગુર્જર, કુંજબિહારી ગુર્જર, ફતેહલાલ ગુર્જર, મનીષ ગુર્જર અને સમાજના લોકોએ જણાવ્યું હતું કે સમાજના લોકો આ રીતે સહયોગ કરે તો સમાજનું ભલું થઈ શકે છે. તેમણે જણાવ્યું કે સમાજની નવી પેઢી માટે આ પગલું પ્રેરણાદાયી સાબિત થશે. આજ કાલ લોકો જન્મ દિવસ ખોટી રીતે ઉજવે છે અને ખર્ચાઓ કરે છે જેના કારણે સમાજમાં ખોટો મેસેજ જાય છે. આ અવસરે સમસ્ત ગુર્જર સમાજના લોકોએ સુરેશ બિહારીલાલ ગુર્જરનું સન્માન કર્યું હતું.