પોલીસ કમિશનરનું જાહેરનામું: ખાનગી સિક્યુરીટી કંપનીના સંચાલકો પરપ્રાંતિય ગાર્ડની વિગત પોલીસ સ્ટેશનમાં આપે
jainshilp samachar
સુરત: સુરત શહેરમાં સુલેહ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ખાનગી સિક્યુરીટીના સંચાલકો માટે પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામા પ્રમાણે સૂરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ખાનગી સિક્યુરીટી કંપની ચલાવતા સંચાલકોએ તેઓની કંપનીમાં બિનહથિયારી તથા હથિયારી પરપ્રાંતિય ગાર્ડની સંપુર્ણ માહિતી નિયત નમૂનામાં સુરત પોલીસ કમિશનરની કચેરી ખાતે લાયસન્સ બ્રાંચમાં આપવાની રહશે. તેમજ આ વિગત જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. આ સમય દરમિયાન નોટીસ મળ્યાથી અથવા માંગણી કરવાથી હથિયારી ગાર્ડ તથા તેનું હથિયાર તથા લાયસન્સ જે તે સિક્યુરીટી કંપની કે ખાનગી પેઢી/ફેક્ટરી વિગેરે સ્થળોના માલિકે રજુ કરવાની રહેશે. આ જાહેરનામુ તા.૨૯/૦૩/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.