મહેમદાબાદમાં બુટલેગરે પોતાની દીકરી પર જ કર્યો બળાત્કાર 

jainshilp samachar

મહેમદાબાદમાં બુટલેગરે પોતાની દીકરી પર જ કર્યો બળાત્કાર 

ખેડાઃ ખેડાના મહેમદાબાદમાં પિતા-પુત્રીના સંબંધોને શર્મસાર કરનારી ઘટના બની છે. કુખ્યાત બુટલેગર વિનોદ ઉર્ફે ડગરીએ પોતાની દીકરી પર બળાત્કાર કરતા ચકચાર મચી ગઈ છે. મહેમદાબાદના નાગરપુરામાં રહેતા વિનોદે પોતાની દીકરી પર બળાત્કાર કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિનોદ ડગરી કુખ્યાત બુટલેગર છે. 

2009માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી વિનોદ ડગરીએ પોતાની દીકરી લગ્ન પ્રસંગે પિયર આવી હતી, ત્યારે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. મહત્વનું છે કે વિનોદ આ પહેલા પણ પોતાની પુત્રી સાથે બળાત્કાર કરી ચુક્યો છે અને તે જેલની સજા ભોગવી ચુક્યો છે. ત્યારબાદ જામીન પર છૂટી ફરી દીકરી પર બળાત્કાર કર્યો છે. વિનોદે પોતાની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. તો તેના પતિને પણ મારી નાખવાની ધમકી આપી હતી. વિનોદ ડગરીનો ઈતિહાસ ગુનાઓથી ભરેલો રહ્યો છે. મહેમદાબાદ પોલીસે આ મુદ્દે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય ગેરકાયદે દારૂ વેચે છે અને સાથે સાથે ખુદની દીકરી પર પણ બળાત્કાર કરવો તે અતિ જઘન્ય કૃત્ય છે. આવા વ્યક્તિને ખરેખર સખ્તમાં સખ્ત સજા થવી જ જોઈએ.