આંતરરાષ્ટ્રીય યોગ દિવસ - વર્ષના સૌથી લાંબા દિવસે યોગ મુદ્રામાં શોભતા રેડ & વ્હાઇટ ઇન્સ્ટિ.ના વિદ્યાર્થીઓ
Yog Red and white
સુરત: આજ રોજ રેડ & વ્હાઇટ મલ્ટિમડીયા એજ્યુકેશન ઇન્સ્ટિટયુટના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ યોગ મુદ્રાનું પ્રદર્શન કરી 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ના 10માં પર્વની ઉજવણી કરી હતી. અહીં ખાસ બાબત છે કે આજે 21જૂન એટલે વર્ષના સૌથી લાંબા દિવસે (13 કલાક 28 મિનિટ્સ) દેશનું ધગધગતુ ભવિષ્ય એવા યુવા વિદ્યાર્થીઓએ દેશ માટે અને પોતાના સ્વસ્થની કેળવણી માટે આ પ્રસંગમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને 'યોગ ફોર ટુડે & એવરીડે' ની પ્રતિજ્ઞા લીધી હતી. શહેરમાં વાદળછાયું વાતાવરણ હોવાથી માહોલ યોગમય બન્યો હતો ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા શ્રીમદભગવદગીતામાં ઉલ્લેખિત પદ્માસન. સ્વસ્તિકાસન, યોગ્યાસન જેવા વિવિધ અન્ય આસનો કરવામાં આવ્યા હતા.