મલેકપુર હનુમાન મંદિર ખાતે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાયો 

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામે આવેલા શ્રી મલેકપુર હનુમાનજી મંદિર ખાતે તારીખ 6/ 4/2023 ને ગુરુવારના રોજ મંદિરમાં સુંદરકાંડ તથા હવનાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 11 (અગિયાર) યજમાનોએ ભાગ લીધો હતો તથા મંદિરના નવીન બનાવેલ ગેટ ઉપર તથા ગુંબજ ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જેમા હડમતીયા મારુતિ યુવક મંડળ તથા મલેકપુર ગામના ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો.  આ દરમિયાન હનુમાનજી દાદાની શોભા યાત્રા કાઢવામાં આવી હતી. કાર્યક્રમમાં મંદિરના  ટ્રસ્ટીઓ તથા મહારાજ હાજર રહ્યા હતા