સુરત મનપામાં કોન્ટ્રાક્ટ પર કાર્યરત કર્મચારીઓને કાયમી કરવા માંગ
જૈનશિલ્પ સમાચાર, સુરત - સુરત શહેરના મોટીવેડ ખાતે રહેતા રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા તથા સામાજિક કાર્યકર અને એડવોકેટ ચંદ્રકાન્ત કંથારિયાએ સુરત મનપામાં કોન્ટ્રાક્ટ બેઝ પર કાર્યરત કર્મચારીઓને કાયમી કરવા માંગ કરી છે. હાલ રાજ્યકક્ષાના નિમાયેલા મંત્રી વિનુભાઈ મોરડિયા, સુરત મહાનગરપાલિકાના કમિશનર તથા નવા વરાયેલા આસી. કમિશનર મનહરભાઈ સોલંકી, સ્થાયી અધ્યક્ષ, મેયર તથા વોર્ડ નં. 7 ના તમામ કોર્પોરેટરોને ચંદ્રકાન્ત કંથારિયાએ રજૂઆત કરી છે કે આ કર્મચારીઓ જીવના જોખમે અને પરિવારના જોખમે કોન્ટ્રાક્ટ બેઝ પર કાર્યરત છે તેમને સુરત મનપાએ કાયમી કરવા જોઈએ. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકામાં વરસોથી ચોથા વર્ગના સફાઈ કર્મચારીઓનું વેઈટિંગ લિસ્ટ બનાવ્યું છે તે પ્રમાણે ભરતી કરવી જરૂરી છે. તો વેઇટિંગ લિસ્ટ મુજબ સફાઈ કર્મચારીઓની ફરતી થશે ખરી?