ડુમસ આર્ટ પ્રોજેક્ટની નવમી આવૃત્તિનો પ્રારંભ

Dumas project

ડુમસ આર્ટ પ્રોજેક્ટની નવમી આવૃત્તિનો પ્રારંભ
ડુમસ આર્ટ પ્રોજેક્ટની નવમી આવૃત્તિનો પ્રારંભ

સુરતનો પ્રસિદ્ધ કલા મહોત્સવ અ ફાઇન બેલેન્સ થીમની સાથે વીઆર સુરત, ડુમસ રોડ, મગદલ્લા ખાતે 12 ફેબ્રુઆરી 2023થી 19 માર્ચ 2023 સુધી ચાલશે

સુરત : યુજ આર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા સહાયતા પ્રાપ્ત સાર્વજનિક કલા મહોત્સવ ડુમસ આર્ટ પ્રોજેક્ટે આજે તેની એક મહિનો ચાલનારી નવમી આવૃત્તિના પ્રારંભની જાહેરાત કરી હતી. ડુમસ આર્ટ પ્રોજેક્ટ 2023માં “ફાઇન બેલેન્સ” થીમના સંદર્ભમાં ક્રિએટીવ એક્સપ્લોરેશનને પ્રોત્સાહન અપાશે તથા તેના માટે શહેરના કલા જગત સાથે જોડાયેલા સમુદાયના અગ્રણી વ્યક્તિઓ અને સંસ્થાનો સાથે સહયોગ કરવામાં આવશે. માનવી અને તેના પર્યાવરણ વચ્ચેના નાજૂક સંબંધનું મૂલ્યાંકન કરવાના ઉદ્દેશ્યની સાથે પર્યાવરણમાં પરિવર્તન અને ટકાઉપણા ઉપર ભાર મૂકતાં આ થીમની ઓળખ કરાઇ છે. 125થી વધુ આર્ટ ઇન્સ્ટોલેશન, શિલ્પકૃતિ અને ફોટૉગ્રાફ્સ આ મહોત્સવમાં પ્રદર્શિત કરાશે. આ વર્ષમાં સહયોગીઓમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા અને સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન, ફાઇન આર્ટ્સ, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એન્ડ પર્ફોર્મિંગ આર્ટ્સનો સમાવેશ થાય છે. વીઆર સૂરત વેન્યુ પાર્ટનર છે અને આ મહોત્સવને સ્પિની અને ફિલ્મશોપીનો સહયોગ પ્રાપ્ત છે.
ગુજરાત સરકારના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વીઆર સુરત, ડુમસ રોડ, મગદલ્લા ખાતે મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. ડુમસ સ્કવેરમાં પ્રોફેસર  ભ્રીગુ શર્મા દ્વારા લાઇવ વાબી – સાબી ઇન્સ્ટોલેશન “કિંત્સુગી” અને આર્ટ કારના વિમોચનની સાથે આ સમારોહનો પ્રારંભ થયો હતો તથા આ ફાઇન બેલેન્સ – 2023 કલા મહોત્સવ સાથે પૂર્ણ થયું હતું. વેન્યૂ પાર્ટનર વીઆર સુરત આ કલા કાર્યક્રમનું કેન્દ્ર રહેશે તથા તેમાં ઇન્સ્ટોલેશન, એક્ઝિબિશન, આર્ટ બજાર, આર્ટ વર્કશોપ, યુથ આર્ટિસ્ટ પ્રોગ્રામ સહિતના બીજા આકર્ષક કાર્યક્રમ યોજાશે. બીજું આકર્ષણ, માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વસુધૈવ કુટુંબકમના આદર્શોનું પ્રતીક કરતી અદભૂત રંગોળી છે, જે G20 ની થીમ પણ છે અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે. તે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટોલેશન સામે બનાવવામાં આવ્યું છે.
ડુમસ આર્ટ પ્રોજેક્ટના ક્યુરેટર સુમી ગુપ્તા એ જણાવ્યું હતું કે, આ અદ્ભુત પ્રોજેક્ટનું સંચાલન કરતાં હું રોમાંચિત છું તથા તેમાં સુરતની સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને કલાકારોનો જબરદસ્ત સહયોગ મળી રહ્યો છે. તેનાથી અમે મોટા ઇન્સ્ટોલેશન, શિલ્પકૃતિઓ, મિક્સ્ડ મીડિયા વર્ક્સ અને ફોટોગ્રાફી માટે મજબૂત પ્લેટફોર્મ ઉભું કરી શક્યાં છીએ. ડુમસ આર્ટ પ્રોજેક્ટ 2023માં પરીક્ષક, કલાના વિદ્યાર્થીઓ, સહયોગીઓ તથા સુરતની સામાન્ય જનતા આવીને શહેરની કલા અને સંસ્કૃતિની ઉજવણી કરશે. ડુમસ આર્ટ પ્રોજેક્ટને યુજ આર્ટ્સ ફાઉન્ડેશનનો સહયોગ પ્રાપ્ત છે તથા વીઆર સુરતના કનેક્ટિંગ કમ્યૂનિટીઝ©  પહેલનો પણ તે હિસ્સો છે. તેનો ઉદ્દેશ્ય શહેરના સ્વાભિમાનમાં વધારો કરવો, સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ આપીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઇમેજને વધુ આગળ લઇ જવાનો છે.