મંછરપુરા ગ્રુપ દ્વારા આયોજિત શિરડી પદયાત્રા

mancharpura

જૈનશિલ્પ સમાચાર, સુરત

મંછરપુરા સ્થિત કોલસાવાડ ખાતે આવેલા મંછરપુરા ગ્રુપ દ્વારા સુરતથી સપ્તશૃંગી, શિરડી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા છે. પદયાત્રા તા. 27મી ઓક્ટોબર, ગુરુવારે સાંજે 5 કલાકે મંછરપુરાથી નીકળી છે. આ પદયાત્રાનું આગમન ગત રોજ સવારના 7 કલાકે સપ્તશૃંગી ગડ પર થયું હતું. દરમિયાન બીજી નવેમ્બરના રોજ બુધવારે સવારે 10 કલાકે નવચંડી યજ્ઞ તથા પ્રસાદ સમારોહ (હવનકુંડ)નો કાર્યક્રમ આયોજિત થયો. જ્યારે આજ રોજ 3જી નવેમ્બરને ગુરુવારના રોજ સાંજે 5.30 વાગ્યે શિરડી તરફ પ્રસ્થાન કરવામાં આવશે. જ્યારે તારીખ 5મી સપ્ટેમ્બર શનિવારના રોજ બપોરના 3 કલાકે તીર્થ સ્થળ (પાલકી નિવાસ) શિરડી પહોંચનાર હોવાનું જાણવા મળે છે. પદયાત્રીઓનું બારડોલી, બુહારી, ઉનાઈના સીતારામ ગામ, વઘઈના સાકળપાટણ, જલાસાઈ કેમ્પ માલેગાંવ, બાપખેડાના આભોણા ગામે રાત્રિ મુકામ કરશે. ગત રોજ બુધવારે સપ્તશૃંગી હોલ (હવન ભંડારો) સપ્તશૃંગી ગઢ પર નિવાસ કરશે જ્યારે આજ રોજ પીપળગાંવ ખાતે રોકાશે ત્યાર બાદ તારીખ ચોથી નવેમ્બર, શુક્રવારે નિફાળ રોડ ખાતે આવેલા રૂઈગાંવમાં રોકાણ કરશે અને તારીખ 5મીના રોજ શનિવારે શિરડી ધામ પહોંચી પાલિકા નિવાસ શિર્ડી ખાતે રાત્રિ રોકાણ કરશે.