બૃહસ્પતિ કાવ્યધરા દ્વારા મણિલાલ શ્રીમાળીને શિલ્ડ અર્પણ કરાયો
sanman

ભૂજ ઃ ભૂજના સાહિત્ય ક્ષેત્રે લેખન પ્રવૃત્તિ કરનારા મણિલાલ શ્રીમાળીને બૃહસ્પતિ કાવ્યધરા દ્વારા શિલ્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. મણિલાલ શ્રીમાળીના બહુમાન માટે છેલ્લા ત્રણ વરસથી બૃહસ્પતિ કાવ્યધરા શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરતી આવી છે. સાહિત્ય સેવાની કદરના ભાગરૂપે મણિલાલ શ્રીમાળી, મિલનનું આ રીતે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના રાહબરી, માર્ગદર્શક અને ભીષ્મ પિતામહ દિલીપ આચાર્ય, દિલકશ, આયોજક વિપુલ જોષી, કચ્છી બેફામના દ્વારા કરાયેલા આ સન્માન બદલ આભારની લાગણી મણિલાલે વ્યક્ત કરી હતી.