કડોદરા પોલીસે ભૂલી પડેલી સ્ત્રીનું પરિવાર સાથે ભેટો કરાવ્યો
જૈનશિલ્પ સમાચાર, સુરત - એક મહિલા
જૈનશિલ્પ સમાચાર, સુરત - એક મહિલા રઝળતી હાલતમાં મળતાં કડોદરા પોલીસે તેની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ મુંબઈથી સુરત આવી હોવાનું જણાવ્યું હતું. મહિલા ગુમ થવા અંગે મુંબઈના એક પોલીસ મથકના ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ દાખલ થઈ હતી. સૂત્રો અનુસાર સુરત જિલ્લાના કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ મથકના એ.એસ.આઈ. સંજયભાઈ શર્મા સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ પર હતો તે દરમિયાન કડોદરામાં આવેલી નીલમ હોટલ સામેથી એક સ્ત્રી આમ તેમ ફરતી હાલતમાં મળી આવી તેને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ શીતલબેન વિશાલભાઈ ગુપ્તા (19) હાલ રહેવાસી 116 નવતરુણ નાઈક નગર એમ.એસ. રોડ મુંબઈ મૂળ રહેવાસી શાહપુર થાના ધોહરિધાટ જી.મઉ હોવાનું જણાવ્યું હતું. પોલીસે મહિલા પાસેથી માહિતી મેળવી તેના માસીના દીકરા અવધેશ હરીશચંદ્ર ગુપ્તા હાલ રહેવાસી A 304 અંબિકા પાર્ક કુંભારવાડ ,વાપી તા.પારડી જી.વલસાડનાઓનો સંપર્ક કરતા કડોદરા પોલીસને જાણવા મળ્યું હતું કે પરિણીતા શીતલ રક્ષાબંધન નિમિતે પોતાના ભાઈ પાસે મુંબઈ ખાતે આવી હતી. બાદ માનસિક તાણના કારણે કોઈને કશું કહ્યા વિના ત્રણ દિવસ અગાઉ 6 સપ્ટેમ્બરના રોજ સુરત ખાતે ચાલી આવી હતી અને ત્યાર બાદ કડોદરા ચાલી આવી હતી પરિણીતાના ગુમ થવા અંગે મુંબઇના એન્ટોપ હિલ પોલીસ મથકના 6 સપ્ટેમ્બરના રોજ જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કડોદરા પોલીસે મહિલાના માસીના દીકરા અવધેસનો સંપર્ક કરી કડોદરા પોલીસ મથકે બોલાવી તેમને સોંપવાની કામગીરી શરૂ કરી છે.