મોડાસા (અરવલ્લી) ગોળ તપોધન બ્રાહ્મણ સમાજનું ગૌરવ વધારતા ઉમંગકુમાર રાવલ તથા સુરજકુમાર

modasha arvalli

મોડાસા (અરવલ્લી) ગોળ તપોધન બ્રાહ્મણ સમાજનું ગૌરવ વધારતા ઉમંગકુમાર રાવલ તથા સુરજકુમાર

જૈનશિલ્પ સમાચાર, (હરીપ્રસાદ રાવલ, મોડાસા)

સાઠંબા તા-બાયડ જિલ્લા અરવલ્લીના વતની અને હાલ ચિલોડા (ગાંધીનગર) રહેતા ઉમંગકુમાર અતુલભાઈ રાવલ તથા સુરજકુમાર અતુલભાઈ રાવલે પોતાના વતન સાઠંબા મુકામે સહજાનંદ ઇન્ટરનેશનલ સ્કૂલ શરુ કરી પોતાના ગામનું તથા  માતા પિતા તથા દાદા-દાદીનું તથા સમગ્ર મોડાસા (અરવલ્લી ) ગોળ તપોધન બ્રાહ્મણ સમાજનું ગૌરવ વધાર્યું છે.  આ એમની ત્રીજી સ્કૂલ છે. હાલ તેઓ ત્રણ (3) સ્કૂલ ધરાવે છે પ્રથમ (1) જી.આઇ. પી.એસ. ડેમાઇ બીજી (2)  ન્યુ ટોન હોમ બાયડ અને ત્રીજી (3) સહજાનંદ ઇન્ટરનેશનલ સ્કૂલ સાઠંબા આમ ત્રણ  સ્કૂલ સંચાલક રામ લક્ષ્મણની જેમ સંપ સહકાર એકતા પ્રેમથી પરસ્પર ત્યાગી બની બંને ભાઈઓએ મોડાસા (અરવલ્લી ગોળ તપોધન બ્રાહ્મણ સમાજ સહિત સમગ્ર ગુજરાત બ્રહ્મસમાજનું ગૌરવ વધારી નાની ઉંમરમાં પ્રેરણાદાયક મોટું કાર્ય કરી દરેકને ગૌરવવંતા બનાવ્યા છે. આ અવસરે મોડાસા (અરવલ્લી) ગોળ તપોધન બ્રાહ્મણ સમાજના પ્રમુખ હરગોવિદદાસ રાવલ તથા ઉપ પ્રમુખ હરિપ્રસાદ રાવલ તથા મંત્રી જયેન્દ્રકુમાર રાવલ તથા તમામ હોદ્દેદારો સહિત કારોબારી સભ્યો તથા કુટુંબીજનો  તથા ગોળ પરિવારના ભાઈ બહેનો સહિત વિદ્યાર્થીઓના વાલી મંડળ સહિત સૌ શુભેચ્છકોએ આનંદ વ્યક્ત કરી આ બન્ને ભાઈઓ તેમના જીવનમાં ઘણી જ પ્રગતિ કરે તેવા શુભ આશિષ સાથે મહાદેવના શુભ સોમવારના રોજ આશિષ સાથે અભિનંદનની વર્ષા કરી મુકી હતી.