66મો ધમ્મચક્ર પરિવર્તન દિવસ વર્ષાવાસ અને ખીરદાન કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે સંપન્ન

66મો ધમ્મચક્ર પરિવર્તન દિવસ વર્ષાવાસ અને ખીરદાન કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે સંપન્ન

જૈનશિલ્પ સમાચાર, સુરત
લિંબાયત નિલગીરી શાંતિનગર સ્થિત વિશ્વ શાંતિદૂત  મહાબોધિ બુદ્ધ વિહાર ખાતે 66મો ધમ્મચક્ર પરિવર્તન દિવસ, વર્ષાવાસ અને ખીર દાન કાર્યક્રમની પૂર્ણાહુતિ રવિવારે હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ હતી. વધુ માહિતી આપતાં સંસ્થાપક પ્રમુખ સુભાષ ઝાડે જણાવ્યું હતું કે ધમ્મ ઉપાસક બોદ્ધાચાર્ય કિશન ગવાઈ તથા તેમની પ્રમુખપણા હેઠળ ભિખ્ખુ સંઘને સુભાષ ઝાડે દ્વારા યાચના કરવામાં આવી હતી. ત્યાર બાદ ભિખ્ખુ સંઘે ત્રિશરણ પંચશીલ આપવામાં આવ્યા પછી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.  
સુભાષ ઝાડેએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે અષાઢી પૂર્ણિમાથી અશ્વિની પૂર્ણિમા સુધી ભગવાન બુદ્ધ અને ડો. બાબાસાહેબ આંબેડકર લિખિત તેમના ધમ્મ પુસ્તકનું ત્રણ મહિના સુધી વાંચન કરવામાં આવી રહ્યું હતું. બુદ્ધ જીવન પર પ્રવચન આપવા માટે ઉપાસિકા સિંધુ વાનખેડે, દુર્ગાબેન જાધવ, વિમલ ગવઈ અને શેષરાવ ખરાતે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમમાં ભદંત વિનય બોધિજી, ભદંત ધમ્મરક્ષિત મહાથેરો, ભદંત કરુણાકીર્તિ દ્વારા ઉપસ્થિત ઉપાસકો-ઉપાસકોને આશીર્વાદ સાથે માર્ગદર્શન પ્રવચન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય પ્રમુખ શક્તિ સેના સી.એમ. સોનવણે તથા બૌદ્ધાચાર્ય વાય. ડી. સપકાલ, મિશન જયભીમના ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાનુભાઈ ચૌહાણ તથા બૌદ્ધ સમાજ અગ્રણી સુરેશભાઈ સોનવણે કોસાડ આવાસ તથા ઉત્રાણ, અમરોલી વિસ્તારના પ્રસિદ્ધ સમાજસેવી તથા સમતાદળના પ્રમુખ દિલીપ શિરસાઠ ઉપસ્થિત રહ્યા હતા. 
અત્રે ઉલ્લેખનિય છે કે કાર્યક્રમ સફળ બનાવવા માટે ઉપ-પ્રમુખ રાજેશ સાલ્વે, ક્રિષ્ના વાનખેડે, જીતેશ સુરવાડે, ગણેશ અંભોરેએ તન, મન, ધનથી સેવા આપી હતી. કાર્યક્રમનું સૂત્ર સંચાલન બેડસે માસ્ટરે કર્યું હતું. ખીરદાનની સેવા સંગીતાબેન ધૂરંધર તથા સંગીતાબેન હિવાડેએ આપી હતી. કાર્યક્રમના અંતે મહિલા ધમ્મ ઉપાસિકા મીનાબેન સુભાષ ઝાડેએ આભારવિધિ કરી હતી.